મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

તપાસના બેઝની ઓથેંટીસીટી શું?: મોરબી પાલિકાના ચીફ ઓફિસર પાસે કરાર કરવાની સત્તા છે ? સૌથી મોટો સવાલ


SHARE





તપાસના બેઝની ઓથેંટીસીટી શું?, મોરબી પાલિકાના ચીફ ઓફિસર પાસે કરાર કરવાની સત્તા છે ?: સૌથી મોટો સવાલ

મોરબીમાં તા ૩૦ ને રવિવારે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નીપજયાં છે જેથી કરીને તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે જો કે, કોની બેદરકારીના લીધે આ ગોજારી દુર્ઘટના બની તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તપાસના બેઝ છેલ્લે કરવામાં આવેલ કરારની ઓથેંટીસીટી શું તે સૌથી મોટો સવાલ છે કેમ કે, ચીફ ઓફિસરે સહી કરીને ઓરેવા ગ્રૂપને જે કરાર કરી આપલે છે તેની સત્તા ચીફ ઓફિસરને કોણે આપી તેની તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે કેમ કે, પાલિકાની કોઈ પણ મિલકત માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવે ત્યાર પછી ચીફ ઓફિસરે માત્ર તેની અમલવારી કરાવવાની હોય છે જો કે, જનરલ બોર્ડનો ઠરાવ થયો જ નથી તો પછી જે કરારને બેઝ બનાવીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેની ઓથેંટીસીટી અને તપાસ સામે પણ અનેક સવાલો ઊભા થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના જુલતા પુલની માલિકી પાલિકાની છે અને પાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આ ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને કરી આપવામાં આવી છે જે દસ્તાવેજ હાલમાં સોશિઅલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવેલ છે જો કેમોરબીના ઝૂલતા પુલ માટે કરેલા કરારમાં રાખવામા આવેલ ગંભીર બેદરકારીઓ સામે તપાસમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે જેમાં ખાસ કરીને ઝૂલતા પુલ ઉપર કેટલા લોકોની કેપેસિટી છે ?, પુલ ઉપર એક સમયે કેટલા લોકોને જવા દેવા ?, વીમો લેવાનો કે નહીં ?, વીમાનું પ્રીમિયમ કોણ ભરશે, લાઈફ ગાર્ડ જેકેટ આપવા, નદીમાં તરવૈયા રાખવા, બોટિંગની વ્યવસ્થા રાખવી તે સહિતના મુદા જે કરાર કરનાર અને કરાવનારની ગંભીર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે તો પણ તેને ધ્યાને કેમ લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબી ઝુલતો પુલ ગત તા ૩૦ ને રવિવારની સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા છે ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કરાર કરીને કામ સ્વીકારનાર એજન્સી અને કરારમાં સહી કરી આપનારા અધિકારીની ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ છે જો કે, તેને તપાસમાં ધ્યાને લેવામાં આવી રહી નથી તેવું જાણકાર લોકોમાં ચર્ચાઇ રહયું છે હાલમાં જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં એવી માહિતી સામે આવી રહી છે કે, વર્ષ ૨૦૦૭ માં જે કરાર કરેલ છે તે મુજબ જ ૨૦૨૨ માં કરાર કરવામાં આવ્યો છે અને કરારનો લેટર ઓરેવા ગ્રૂપમાંથી ટાઈપ કરીને આવ્યો હતો તો અધિકારીઓએ કેમ લોકોની સલામતીની એક પણ બાબતની ખેવના કરેલ નથી ?, કેમ અધિકારીએ ઓરેવા ગ્રૂપના કરાર માટેના લેટરમાં કોઈ સુધારા વગર સહી કરી આપી હતી ? અને સૌથી મોટો વાત કે પાલિકાના ચીફ ઓફિસરને આ કરાર કરવા માટેની સત્તા કોણે આપી હતી ? તે સહિતના અનેક સવાલો હજુ પણ વ:ણન ઉકેલાયેલ છે




Latest News