મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને રાજવી પરિવારે એક-એક લાખની સહાય અર્પણ કરી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને મોરબીના રાજવી પરિવારે મૃતકોના પરિવારને એક એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી અને મોરબીના રાજવી પરિવારે આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ હતભાગીઓના પરિવારોને સહાયની રકમના ચેક અર્પણ કરી દીધેલ છે

મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને ગોજારો અકસ્માત સર્જાયો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને રાજવી પરિવારને રાજમાતા વિજયકુંવરબાએ આ ઘટનાને આઘાતજનક કરીને ઉનાડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજવી પરિવાર તરફથી એક એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ રાશન કીટ પણ આપવામાં આવી હતી




Latest News