મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઝુલતો પુલની ઘટનામાં પકડાયેલા આરોપીના ફર્ધર રિમાન્ડની મોરબી કોર્ટમાં હવે ૧૧ મીએ સુનાવણી


SHARE









ઝુલતો પુલની ઘટનામાં પકડાયેલા આરોપીના ફર્ધર રિમાન્ડની મોરબી કોર્ટમાં હવે ૧૧ મીએ સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જો કે, ઓરેવા ગ્રૂપના બે કર્મચારીના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે અગાઉ રદ કરેલ હતી જેથી કરીને ઉપલી કોર્ટેમાં ફર્ધર રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવામાં આવી હતી જેમાં આગામી સુનાવણી તા ૧૧ ના રોજ હાથ ધરાશે

મોરબીમાં તા ૩૦/૧૦ ના રોજ  સાંજના સમયે જુલતો પુલ તૂટી પડવાની ઘટના બની હતી અને તે મામલે તાત્કાલિક રાતે જ ફરિયાદ પણ નોંધાઈ ગઈ હતી અને પોલીસ દ્વારા આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સી અને મેનેજમેંટ કરનાર ઓરેવા ગ્રુપના કર્મચારીનો સમાવેશ થયા છે અને અગાઉ પાંચ સહિતના કુલ નવ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે ત્યારે ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવેના વધુ ફર્ધર રિમાન્ડની માંગણી પોલીસે સરકારી વકીલ મારફતે ઉપલી કોર્ટમાં કરી હતી અને રિવિઝન અરજીની પ્રથમ સુનાવણી તા ૯ ના રોજ કરવામાં આવી હતી જો કે તેની વધુ સુનાવણી આગમી તા ૧૧ ના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News