વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મોહનભાઈ કુંડારીયાને કટ ટુ સાઈઝ, મંત્રી મેરજા કપાયા: કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણી ફરી મેદાનમાં


SHARE









મોરબી જિલ્લામાં મોહનભાઈ કુંડારીયાને કટ ટુ સાઈઝ, મંત્રી મેરજા કપાયા: કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણી ફરી મેદાનમાં

મોરબી જિલ્લામાં છેલ્લા અઢી વર્ષથી સર્વે સર્વાં મોહનભાઈ કુંડારીયા હોય તે રીતનો ઘાટ જોવા મળી રહ્યો હતો અને મોહનભાઈ કુંડારીયા જેના નામ મુકશે તેના ઉપર પ્રદેશ ભાજપમાંથી પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી જોકે સ્થાનિક લેવલે લેવામાં આવેલ સેન્સ, ત્યારબાદ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી અને છેલ્લે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે રીતે ઉમેદવારોના નામ હાલમાં જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોરબી જિલ્લાની અંદર મોહનભાઈ કુંડારીયાને કટ ટુ સાઈઝ અને મંત્રી મેરજાને કટ કરવામાં આવ્યા હોય તેઓ ઘાટ સર્જાયો છે અને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી કે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સમાણીનું રાજકારણ પૂરું કરવા માટે થઈને મોરબીમાં ગોઠવાણ કરવામાં આવી રહી  છે પરંતુ તે બંનેની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ટિકિટ ફાઇનલ કરવામાં આવતા તેઓ ફરી પાછા મેદાનમાં આવ્યા છે અને હવે આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપનું ચિત્ર પણ બદલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને હાલમાં ઉમેદવારોના નામ પણ ભાજપ દ્વારા ક્રમશઃ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જો વાત કરીએ તો મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર સૌ કોઈની નજર હતી કારણ કે અહીંયા મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જેની સામે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ ટિકિટની માંગણી કરી હતી તે ઉપરાંત અન્ય બીજા ૧૩ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી જેથી કરીને પસંદગીનો કળશ કેના ઉપર ઢોળાશે તે અને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી

જોકે બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યા બાદ ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી મોરબી જિલ્લામાં સર્વેસર્વા મોહનભાઈ કુંડારીયા હોય તે પ્રકારનો ઘાટ જોવા મળતો હતો અને આ બેઠક ઉપર મોહનભાઈ કુંડારીયા દ્વારા બ્રિજેશભાઈ મેરજાને પુનઃ ભાજપ પક્ષમાંથી ટિકિટ મળે તેના માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે પ્રદેશ ભાજપમાંથી કાંતિભાઈ અમૃતિયાને આ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની સૂચના મળી ગઈ છે એટલે કે સત્તાવાર રીતે કાંતિભાઈ અમૃતિયા આ બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે ત્યારે ક્યાંકને ક્યાંક મોહનભાઈ કુંડારીયાને કટ ટુ સાઈઝ અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ટિકિટ કાપીને કટ કરવામાં આવ્યા છે

આ ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો વાંકાનેર બેઠક ઉપર પણ મોહનભાઈ કુંડારીયા અને જીતુભાઈ સોમાણી વચ્ચેનો ગજગ્રાહ જગ જાહેર હતો જેથી કરીને જીતુભાઈને ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળે તેના માટેના બનતા તમામ પ્રયત્નો જે તે સમયે કરવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા હાલમાં જે સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વધુ એક વખત જીતુભાઈ સોમાણીને ટિકિટ આપવામાં આવી છે જેથી કરીને ત્યાં પણ મોહનભાઈ કુંડારીયા અને જીતુભાઈ સોમાણી વચ્ચેનો ગજગ્રાહ હતો તેને અવગણીને ભાજપે જીતુભાઈ સોમાણીને ફરી પાછા વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારીએ મોહનભાઈને ત્યાં પણ કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે

આગામી સમયમાં મોરબી જિલ્લા ભાજપના રાજકારણમાં પણ મોટાપાયે ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે કેમ કે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી બેઠકના સત્તાવાર ઉમેદવાર ભાજપ પક્ષમાંથી જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે તેઓએ અગાઉ લોકસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકના જે વિસ્તારમાંથી લોકસભાના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને જે પ્રકારની લીડ મળી હતી આવી જ જંગી લીડ સાથે તેઓ પણ વિજેતા બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે જોકે આગામી સમયમાં આ બેઠકનું પરિણામ જાહેર થશે ત્યારે સાચું ચિત્ર સ્પષ્ટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, હાલમાં જેના ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવેલ છે તેને લઈને કેટલાકના રાજકારણ અત્યારથી જ પૂરા થઈ ગયા છે તેવું કહીએ તો તમા શંકાને કોઈ સ્થાન નથી




Latest News