ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નાની બજારમાં ઘરમાંથી જોની વોકર-જેક ડેનિયલની મોંઘીદાટ દારૂની બોટલો મળી બુટલેગરની શોધખોળ


SHARE











મોરબીના નાની બજારમાં ઘરમાંથી જોની વોકર-જેક ડેનિયલની મોંઘીદાટ દારૂની બોટલો મળી બુટલેગરની શોધખોળ

મોરબીના નાની બજાર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી મોંઘીદાટ જોની વોકર અને જેક ડેનિયલની દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઘરે હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના નાની બજાર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર પાસે રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા જાતે દરબારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે તેના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જોની વોકર ડબલ બ્લેક સ્કોચ વિસ્કીની બે બોટલ તેમજ જેક ડેનિયલ્સ વ્હીસ્કીની એક બોટલ આમ કુલ મળીને ત્રણ દારૂની બોટલો જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા થાય છે તે મળી આવતા પોલીસે હાલમાં ત્રણેય દારૂની બોટલોને ત્યાંથી સ્થળ ઉપરથી કબજે કરેલ છે અને આરોપી ઘરેથી હાજર ન મળતા તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થતા જ્યુપિટર સ્કૂટર નં જીજે ૩૬ જે ૨૩૦૧ ને રોકીને પોલીસે ચેક કરતા તેની ડેકી માંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને ૩૦૩૭૫ ની કિંમતના મુદ્દા માલ સાથે હાલમાં દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા જાતે દરબાર (૨૮) રહે બગથળા અને અશોકભાઈ જશવંતભાઈ ઠોરીયા જાતે પટેલ (૫૨) રહે બગથળા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૮૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલને કબજે કરી હતી અને રિંન્કેસકુમાર સોમાભાઈ પટેલ જાતે કોળી (૨૫) રહે કલેકટર ઓફિસ પાછળ મોરબી વાળાની ધરપકડ કરે છે

દેશી દારૂ

મોરબીના બેલા ગામ પાસે આવેલ મામા કાંટા પાસેથી પસાર થતાં એક્ટિવાને રોકીને પોલીસે ચેક કરતા એકતીવા લઈને જતી મહિલા પાસેથી ૪૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૦૦ ની કિંમત તો દારૂ અને ૨૦૦૦૦ ની કિંમત સ્કૂટર આમ કુલ મળીને ૨૦૯૦૦ ના મુદ્દા માલ સાથે મુમતાજબેન અબ્બાસભાઈ કટિયા જાતે મિયાણા રહે. માળિયા વનાળીયા સોસાયટી મોરબીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

મોરબીના લખધીરપુર ગામની સીમમાં ખોડીયાર પરા પાસેથી પસાર થતાં બાઈકને રોકીને પોલીસે ચેક કરતા તે બાઈક ચાલક પાસેથી ૧૬૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૩૨૦૦ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૩૨૦૦ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને હાલમાં પોલીસે બરકતશા અલીશા શાહમદાર જાતે ફકીર (૨૨) રહે. એલ.ઇ. કોલેજ પાસે રેલવે વર્કશોપ પાછળ મોરબી, દિનેશભાઈ કિશનભાઇ હળવદિયા જાતે દેવીપુજક (૨૨) રહે. જાંબુડીયા પાવર હાઉસ પાસે અને જગદીશ દશરથભાઈ અનેવાડીયા જાતે કોળી (૨૯) રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

જુગાર

મોરબી માળિયા નેશનલ હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક નજીક પરમેશ્વર કાંટા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુસબભાઇ મામદભાઇ મોવર જાતે મિયાણા મુસ્લીમ (૫૨), જાકિરભાઇ હનીફભાઇ બોઘડીયા જાતે મેમણ મુસ્લીમ (૩૨) અને દિલાવરભાઇ કાસમભાઇ કટીયા જાતે મિયાણા મુસ્લીમ (૩૫) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭૨૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News