ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી
મોરબીમાં શંકાસ્પદ સીએનજી રીક્ષા સાથે અગાઉ ચોરીના પકડાયેલ શખ્સ ઝડપાયો
SHARE







મોરબીમાં શંકાસ્પદ સીએનજી રીક્ષા સાથે અગાઉ ચોરીના પકડાયેલ શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લા એસઓજીની ટીમે ગુજકોપ મોબાઇલ પોકેટએપ-સર્ચ એપ્લીકેશનની મદદથી હાલમાં શંકાસ્પદ રીક્ષા સાથે એક શખ્સને પકડ્યો છે અને આ શખ્સ અગાઉ વાહન ચોરી સહિતના ત્રણ ગુનામાં આવી ગયો હતો જેથી પોલીસે રીક્ષા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ જે.એમ.આલની સૂચના મુજબ એસઓજીની ટીમ કામ કરી રહી છે ત્યારે એસઓજીના સ્ટાફે ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટકોપ મોબાઇલ એપના માધ્યમથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૦૬ ચેક કરતા આ રીક્ષા ચાલક હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.૨૧) રહે. લીલાપર રોડ, હોથીપીરની દરગાહ પાછળ, વજેપર મોરબી વાળાએ ચોરી કે છળકપટ પુર્વક રિક્ષા મેળવી હોવાનું સામે આવ્યું હતું. માટે પોલીસે ૫૦૦૦૦ ની રીક્ષા અને મોબાઈલ ફોન મળીને ૫૧૦૦૦ ના મુદામાલ સાથે તેને પકડીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરેલ છે
