મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

અમદાવાદ શાહીબાગ પોલીસના ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો


SHARE













અમદાવાદ શાહીબાગ પોલીસના ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડયો

રાજકોટ રેન્જ વિભાગના પોલીસ મહા અધિક્ષક અશોકકુમાર યાદવ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ મથકના સ્ટાફ દ્વારા અમદાવાદના શાહીબાગ વિસ્તારના થયેલ ચોરીના ગુનામાં છ માસથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

હળવદ પીઆઇ એમ.વી.પટેલે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય હળવદ પોલીસ સર્વેલન્સ સ્ટાફના કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.તે દરમ્યાનમાં ગંભીરસિંહ ચૌહાણ અને.બીપીનભાઈ પરમારને ખાનગી રાહે મળેલી બાતમી આધારે હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ મથક તથા અમદાવાદના ઓઢવ પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા જાતે.કોળી (ઉ.વ.૨૫) રહે.પંચમુખી ઢોરો, હળવદ જી.મોરબીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના શાહીબાગ તથા ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અમીનાબેન આમદભાઈ વાઘેર નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને શાક માર્કેટ તરફ જતા હતા ત્યારે વાઘપરાના ઢાળ પાસે તેઓ બાઈકમાંથી પડી જતા ઈજાઓ થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના લજાઇ ગામે હિતુભાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સોનુંબેન દશરથભાઈ ચૌહાણ નામની ૨૧ વર્ષીય પરણીતાને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી તેણીનો લગ્ન ગાળો ચાર વર્ષનો હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ રવાપર રોડ રાજસ્થાન પાંઉભાજી નજીક વાહન અકસ્માત અને ત્યારબાદ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં કૃપાલસિંહ પથુભા પરમાર રહે.શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરી મોરબીને સારવારમાં લઈ જવાયો હતો.






Latest News