મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ


SHARE









મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ઝુલતા પુલના દિવંગતો માટે યોજાશે વિષ્ણુયાગ
 

તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલની ગુજારી દુર્ઘટના બની અને તેમા ૧૩૫ લોકોના અકાળે જીવ ગયા તે નિમિત્તે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આગામી તા.૧૫ ને મંગળવારે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હતભાગીઓ માટે મોરબી સહીત તમામ જગ્યાઓએ ઠેરઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આગામી તારીખ ૧૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી અહીંના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે.


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા મોરબી જુલતાં પુલની દુર્ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલી માટે રામધૂન રાખેલ છે સર્વે સમાજના લોકોને તેમાં જાહેર આમંત્રણ આપવામા આવેલ છે.આજે તા.૧૧-૧૧ ને શુક્રવારે સાંજે ૮:૩૦ કલાકે વેલનાથ ધામ, માળિયા ફાટક, મોરબી-૨ ખાતે રામધુન યોજાશે.

રામામંડળ ભજવાશે
મોરબીના ભરતનગર ગામે તા.૧૩ ને રવિવારે રાત્રીના નવ વાગ્યે રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે. ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ રામામંડળમાં શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ-પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય રજૂઆત સાથે ભજવવામાં આવશે. જેથી આયોજકો દ્વારા સર્વે ગૌપ્રેમીઓને રામામંડળમાં પધારવા જાહર આમંત્રણ આપવામાં આવેલ છે.




Latest News