શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

ભાજપના કાંતિલાલ, કોંગ્રેસના પીરજાદા સહિત ૨૫ આગેવાનોએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે ઉમેદવારી નોંધાવી


SHARE





ભાજપના કાંતિલાલ, કોંગ્રેસના પીરજાદા સહિત ૨૫ આગેવાનોએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે ઉમેદવારી નોંધાવી

મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા બેઠક માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાની જે કામગીરી ચાલી રહી છે દરમિયાન અત્યાર સુધીમાં ૨૨૩ આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડયા છે જે પૈકીના ભાજપના કાંતિભાઈ અમૃતિયાએ મોરબી માળિયા માટે થઈને ઉમેદવારી પત્ર ભરેલ છે તે ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય પીરજાદાએ તેનું ઉમેદવારી પત્ર ભર્યું છે આમ બે મોટા માથા સહિત કુલ મળીને અત્યાર સુધીમાં ૨૫ આગેવાનો દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે આગામી તા. ૧૪ ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ત્રણેય બેઠકમાં ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને લાઈનો લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

ગુજરાત વિધાનસભા સભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે અને તા. ૧ અને ૫ ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી બેઠકનું તા ૧ ના રોજ મતદાન થવાનું છે જેથી કરીને તા ૧૪ સુધી ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચાલુ રહેવાની છે ત્યારે જો અત્યાર સુધીની વાત કરીએ તો મોરબી જિલ્લાની આ ત્રણેય બેઠક માટે થઈને કુલ મળીને ૨૨૩ જેટલા આગેવાનો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જેમાં મોરબીમાં ૯૫, ટંકારામાં ૪૧ અને વાંકાનેરમાં ૮૭ ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

વધુમાં મળતી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં જે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેમા જો મોટા માથાની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ તેનું ઉમેદવારી પત્ર ભરી આપ્યું છે તે ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદાએ તેનું ઉમેદવારી પત્ર ભર્યું છે આ ઉપરાંત આમ આદમી પાર્ટી, અન્ય પાર્ટી અને અપક્ષમાંથી પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોય અત્યાર સુધીમાં ત્રણેય બેઠક માટે કુલ મળીને ૨૫ જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે

જેમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો વાંકાનેરમાં બેઠક માટે ભરવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં ૧૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી આપ્યા છે જો કે, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી સોમવારે તેનું ઉમેદવારી પત્ર ભરવાના છે તેવી જ રીતે કોંગેસના ટંકારાના ઉમેદવાર લલિતભાઈ કગથરા અને ભાજપના દુર્લભજીભાઈ દેથરિયા પણ તા ૧૪ ના રોજ તેના ઉમેદવારી પત્રો ભરવાના છે અને મોરબી બેઠક માટે તો હજુ કોંગ્રેસનાં ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર જ કરવામાં આવ્યા નથી જેથી કોણ ફોર્મ ભરશે તે નક્કી નથી હવે આગામી તા. ૧૪ ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય આ ત્રણેય બેઠક ઉપર રાષ્ટ્રીય પાર્ટીના જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાના બાકી છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે તેની સાથોસાથ અન્ય પક્ષ અને અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવવા માટે તેને લાઈનો લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે




Latest News