મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ


SHARE





મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ

મોરબીના હળવદ શહેરી વિસ્તારમાં આવતા ભવાનીનગર વિસ્તારમાં રહેતા સકીનાબેન વલીમામદભાઈ જેડા (૩૨) નામની મહિલાને તેઓના ઘરે તેમના પતિ દ્વારા ધારિયા વડે માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામ્યા હોય હળવદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ અત્રે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા અને અહીં પણ પ્રાથમિક સારવાર આપીને ઇજાગ્રસ્ત સકીનાબેન જેડાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ વલીભાઈ ઓસમાણભાઈ વિરમાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની દીપ્તિબેન સુભાષભાઈ રાધળા નામના ૫૮ વર્ષીય મહિલા ઘરે ગરમ પાણીમાં દાજી જતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા ચેતનાબા યશપાલસિંહ જાડેજા નામના ૩૩ વર્ષીય મહિલા કોઈ દવા પી ગયા હતા.જેથી તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પંકજભાઈ ગુઢડા દ્વારા બનાવની નોંધ કરી તે બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસે રીક્ષા ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા વિક્રમભાઈ દેવેનભાઈ ચૌહાણ (૪૫) અને હોથીભાઈ મોતીભાઈ ચૌહાણ (૫૫) રહે.બંને રફાળેશ્વરને ઈજા થઈ હોય મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૫) રહે.રફાળેશ્વરને ઈજા થઈ હોય તેમને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસે જણાવેલ છે.

વાહનમાંથી પડી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન હરેશભાઈ સાલાણી નામની ૨૪ વર્ષીય પરિણીતા તા.૩૦-૬ ના બાઈકમાં બેસીને કચ્છ હાઇવે ઉપર આવેલા સામખીયાળી નજીકના અજંતાના કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેઓ કોઈ કારણસર બાઈકમાંથી નિચે પડી ગયા હોય ઈજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા ગામે રહેતા રફિકભાઈ ગુલમામદભાઈ રાઉમા નામના ૩૫ વર્ષના યુવાનને પણ ઇજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તે સુપર કેરી (છોટા હાથી) વાહનમાં દૂધની ફેરી કરતો હોય ફેરી કરીને આવતો હતો ત્યારે લાકડીયા ગામના પાટીયા પાસે તેનું વાહન પલ્ટી મારી જતા તે ઇજા પામેલ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો




Latest News