રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો


SHARE







માળીયા (મી)માં દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી-તલવાર જેવા હથિયાર સાથે આરોપી ઝડપાયો

માળીયા (મી)માં ગઇકાલે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તમંચો તેમજ અન્ય કુલ મળીને 70 જેટલા હથિયાર મળી આવ્યા હતા જેથી ત્યાર બાદ હવે પોલીસે ધડોધડ ગુના નોંધવાનું શરૂ કર્યું છે અને હાલમાં  માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા 4 ગુના નોંધાયા છે.

માળીયાથી કચ્છ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વિશાલા હોટલની પાછળના ભાગમાં વાડીમાં રહેતા સીદીકભાઈ સુભાનભાઈ કટિયા (38) ના મકાનમાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેના ઘરમાંથી દેશી બનાવટનો એક તમંચો, 21 જીવતા કાર્ટેજ, છરી તલવાર વગેરે જેવા હથિયારો મળી આવ્યા હતા જેથી હથિયાર બંધીના જાહેરનામાના ભંગ સબબ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મીયાણામાં પાટી વિસ્તારમાં રહેતા જુનેસ ઈશાભાઈ જેડા (58)ના રહેણાંક મકાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસેથી એક છરી મળી આવી હતી તે ઉપરાંત તેના ઘરમાંથી આઠ છરી મળી આવી હતી જેથી પોલીસે 9 છરી, એક ધારીયુ અને બે લાકડાના ધોકા કબજે કર્યા હતા અને હથિયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

માળીયા (મી)માં નેશનલ હાઈવે રોડ ઉપર સંઘના પેટ્રોલ પંપ પાસે રહેતા નૂરાનીભાઈ આમદભાઈ મોવર (54) ના ઘર પાસે પોલીસ દ્વારા આરોપીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી એક ધારદાર છરી મળી આવી હતી તેમજ તેના મકાનમાંથી જથ્થાબંધ હથિયારો મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી નૂરાનીભાઈ મોવરની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

માળીયા મીયાણાના કોળી વાસમાં રહેતા હુસેનભાઇ ઈકબાલભાઈ ભટ્ટીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 150 લીટર આથો મળી આવ્યો હતો જેથી 3750 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તેમજ આરોપી હુસેનભાઇ ઈકબાલભાઈ ભટ્ટીની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી એક છરી મળી આવી હતી જેને પોલીસે કબજે કરી હતી અને હાલમાં આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News