શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ કરનાર મુંજાવરની જામીન અરજી રદ


SHARE





મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ કરનાર મુંજાવરની જામીન અરજી રદ

મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને છેલ્લે દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી જેના આધારે આરોપીને પકડવામાં આવેલ છે અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે દરમ્યાન તેની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને રદ કરવામાં આવી છ

મોરબીમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતી તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના આગેવાનોએ રજૂઆતો કરી હતી ત્યાર બાદ મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે મુંજાવર હાશમશા જાફરશા ફકીર જાતે મુસ્લિમ (૬૦) રહે. ભરવાડ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી તે હાલમાં જેલમાં છે ત્યારે તેની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને લઈને કોર્ટે હાલમાં આરોપીની જામીન અરજીને રદ કરેલ છે 




Latest News