મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે રાજસ્થાની ખેમાબાબા હોટલમાંથી ૬૮ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ઇસમ પકડાયો


SHARE





મોરબીના સાદુળકા ગામે રાજસ્થાની ખેમાબાબા હોટલમાંથી ૬૮ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ઇસમ પકડાયો

આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી હોય જિલ્લામાં કડકપણે દેશી-વિદેશી દારૂ ઉપર વોચ રાખવા માટે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા સૂચના કરવામાં આવેલી હોય જેને પગલે મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાર્યરત હતો તે દરમિયાનમાં સ્ટાફના જયદીપભાઇ પટેલ અને પંકજભાઇ ગુઢડાને મળેલ બાતમી આધારે સ્ટાફે સાદુળકા ગામની સીમમાં આવેલ સાંઇ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં, રાજસ્થાની ખેમાબાબા હોટલમાં દારૂ અંગે રેઇડ કરીને હોટલમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૬૮ બોટલોના જથ્થા સાથે મળી આવેલ રાજસ્થાની ઇસમ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોરબીના સાદુરકા ગામે આવેલ રાજસ્થાની ખેમાબાપા હોટલમાં રેડ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપરથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂની કાચની કંપની શીલપેક ૬૮ બોટલ મળી આવતા રૂા.૪૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે સુરેશ મોડારામ ચૌધરી જાતે જાટ (ઉ.વ.૨૬) ધંધો વેપાર રહે. હાલ ગણેશનગર, પાટીદાર ટાઉનશીપ પાછળ, તા.જી.મોરબી મુળ રહે જાસ્કી પોસ્ટ કોરના, તા.કસવદરા, જી.બાડમેર, રાજસ્થાનની ધરપરડ કરવામાં આવેલ છે.ઉપરોકત કામગીરીમાં પીએસઆઇ વી.જી.જેઠવા તેમજ સ્ટાફના જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ વીયાણી, દિનેશભાઇ બાવળીયા, દેવશીભાઇ મોરી, ફતેસંગ પરમાર, અરવિંદભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ઇકબાલભાઇ સુમરા, ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઇ મુંધવા દ્રારા કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી પાસે રહેતા કમલેશ આનંદભાઈ મકવાણા નામના ૨૯ વર્ષના યુવાનને પાપાજી ફનવર્લ્ડ કંડલા બાયપાસ ઉપર બાઈકમાં જતા સમયે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં આયુષ બોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ધરમપુર ચોકડીથી પોતાના ઘર તરફ એટલે કે લક્ષ્મી એપાર્ટમેન્ટ બાજુ બાઇકમાં બેસીને જઈ રહેલા શાંતાબેન વિઠ્ઠલભાઈ જેતાણી (ઉમર ૮૧) રહે. નંદભૂમિ એપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ટી.એન.રાવ યુનિવર્સિટી રોડ રાજકોટના બાઈકને પાછળથી અન્ય બાઇક ચાલકે હડફેટે લેતા શાંતાબેન જેતાણી નામના વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તેઓને ઇજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News