મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે બે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં : એક રાજકોટ ખસેડાયો


SHARE





મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે બે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં : એક રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલી જૂની કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક અથડાવાથી થયેલ અકસ્માત બનાવમાં માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં કુલદીપ સુરેશભાઈ કાચા (ઉમર ૨૬) અને જાડેજા મહેશ વિક્રમભાઈ (ઉમર ૨૪) રહે. બાપા સીતારામ મઢુલી પાસે સોનિકા સીરામીક નજીક લાલપર તાલુકો જીલ્લો મોરબી વાળાઓને આયુષ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેને માથાના ભાગ ઇજા હોવાનું જણાતા બે પૈકીના કુલદીપ કાચાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે મોરબીના ગાળા ગામના મહેશ બાવજીભાઈ જીતયા નામના ૪૨ વર્ષનો યુવાન ગઈકાલે સાંજે બાઈકમાં જતો હતો તે સમયે ગાળા ગામના પાટીયા બાજુ જતા હરી ફેક્ટરી નજીક બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની નવલખી રોડ ઉપર આવેલી જૂની રેલ્વે કોલોની વિસ્તારમાં રહેતો આદિદવિડન નવીન પાનનીવેલ (ઉમર ૧૭) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાછળના વિસ્તારમાં કાચા રસ્તેથી બાઈક લઈને જતો હતો ત્યાં તેનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગાળા ગામનો રહેવાસી ધવલ જગદીશભાઈ કાચરોલા નામનો ૨૮ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશીપથી ઓફિસ બાજુ જતો હતો ત્યારે ઉમા ટાઉનશિપ નજીક તે બાઈકમાંથી નીચે પડી જતા ધવલને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી વીસીપરા નજીક આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા બીપીન લક્ષ્મણ વાઘેલા નામના ૩૨ વર્ષના યુવાનને રોહીદાસપરામાં આવેલ રાધે કૃષ્ણ મંદિર નજીક મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના નાની વાવડી ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા હીરાભાઈ લક્ષ્મણભાઈ ઉભડિયા નામના ૫૪ વર્ષીય આધેડને પણ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.




Latest News