મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચીફ ઓફિસરને ઓરેવા ગ્રૂપ સાથે ઝૂલતા પુલનો કરાર કરવા માટેની સત્તા આપી કોણે ?: સૌથી મોટો સવાલ


SHARE





મોરબી પાલિકાના ચીફ ઓફિસરને ઓરેવા ગ્રૂપ સાથે ઝૂલતા પુલનો કરાર કરવા માટેની સત્તા આપી કોણે ?: સૌથી મોટો સવાલ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તેને ૧૪ દિવસ જેટલો સમય થઈ ગયો છે અને દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા તો પણ હજુ સુધી આ હોનારત માટે જવાબદાર કોણ ?, કોની હતી બેદરકારી, મુખ્ય આરોપી કોણ ? તે સહિતના એક પણ સવાલનો જવાબ હજુ સુધી સામે આવેલ નથી ત્યારે મોરબીમાં જે તે સમયે તાત્કાલિક નોંધાયેલ ફરિયાદની તપાસ કરતાં અધિકારી પણ કેટલાક તથ્યોની સામે આંખ આડા કાન કરી રહ્યા છે કે શું તે પણ તપાસનો વિષય છે કેમ કે, પાલિકાના ચીફ ઓફિસરને ઓરેવા ગ્રૂપની સાથે કરાર કરવા માટેની કોઈ સત્તા જ નથી તો પછી તેમણે કેવી રીતે ઓરેવા ગ્રૂપ સાથે ઝૂલતા પુલનો કરાર સ્ટેમ્પ પેપર ઉપર કરી આપેલ છે તે આજની તારીખે પણ સૌથી મોટો સવાલ છે અને જો પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો ન હતો તો પછી કોના કહેવાથી સુપર પાવર વાપરીને ઓરેવા ગ્રૂપ સાથે ઝૂલતા પુલનો કરાર કરવામાં આવ્યો છે તે દિશામાં જો તપાસ કરવામાં આવે કોના ઈસારે કરાર કરવામાં આવ્યો હતો તે સહિતની કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે

મોરબીના જુલતા પુલની માલિકી પાલિકાની છે અને પાલિકા દ્વારા ગત માર્ચ મહિનામાં ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આ ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને કરી આપવામાં આવી હતી અને ત્યાર બાદ આ પુલને રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હતો અને નવા વર્ષના પહેલા જ દિવસે તેને ઓરેવા ગ્રૂપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને તેના પરિવારજનોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ પુલ તા ૩૦ ને રવિવારની સાંજના સમયે તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા છે જેથી કરીને જુદી જુદી એજન્સીઓ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જો કે, કરાર કરીને કામ સ્વીકારનાર એજન્સી અને કરારમાં સહી કરી આપનારા અધિકારીની ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ છે તેણીઉ સામે કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે તપાસનો વિષય છે

છેલ્લે મોરબીના ઝૂલતા પુલ માટે કરેલા કરારમાં અગાઉ કરેલા કરાર મુજબની જ શરતો રાખવામા આવી છે તેવું કહેવામા આવી રહ્યું છે જો કે, અગાઉ ભૂલ કરવામાં આવી હોય તો ભૂલનું પુનરાવર્તન કરવું જરૂરી હતું કે પછી અગાઉના કરારમાં લોકોની  સલામતી માટે જો કોઈ ક્ષતિ રાખવામા આવી હોય તો તેને વર્તમાન અધિકારીઓએ સુધારવાની જરૂર હતી ? હાલમાં કરેલા કરારમાં ઝૂલતા પુલ ઉપર કેટલા લોકોની કેપેસિટી છે ?, પુલ ઉપર એક સમયે કેટલા લોકોને જવા દેવા ?, વીમો લેવાનો કે નહીં ?, વીમાનું પ્રીમિયમ કોણ ભરશે, લાઈફ ગાર્ડ જેકેટ આપવા, નદીમાં તરવૈયા રાખવા, બોટિંગની વ્યવસ્થા રાખવી તે સહિતના મુદા જે કરાર કરનાર અને કરાવનાર છે તેને ધ્યાને લીધેલ નથી જે તેની ગંભીર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે તો પણ તેને ધ્યાને કેમ લેવામાં આવતા નથી ? આટલું જ નહીં જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર કરવા માટેની પાલિકાના ચીફ ઓફિસરને સત્તા કોણે આપી હતી તે સૌથી મોટો પ્રશ્ન છે

હાલમાં આ ઘટનાની જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં અધિકારી દ્વારા વર્ષ ૨૦૦૭ માં જે કરાર કરેલ છે તે અને ત્યાર પછી વર્ષ ૨૦૨૨ માં જે કરાર કરવામાં આવ્યો છે તેની કોઈ સહિતનું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે તેમજ દુર્ઘટના બની ત્યારે પુલ ઉપર ખરેખર કેટલા લોકો હતા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જો કે, મોરબી પાલિકાના ચીફ ઓફિસરને તેની બેદરકારીને ધ્યાને લઈને સરકારે સસ્પેન્ડ કર્યા છે તે જગ જાહેર છે તો પણ પોલીસ વિભાગ દ્વારા હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ? અત્યાર સુધીમાં પોલીસે ચીફ ઓફિસરનું નિવેદન લીધેલ છે જો કે, પાલિકામાં જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો નથી ત્યાર પહેલા જે કરાર કરીને પાલિકાની મિલકત ઓરેવા ગ્રૂપને આપી દેવામાં આવી છે તેના માટેની સત્તા કોણે ચીફ ઓફિસરને આપી હતી તે શોધવું તપાસનીસ અધિકારી સામે સૌથી મોટો પડકાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

અત્રે ઉલેખનીય છે કે, પાલિકાના જનરલ બોર્ડમાં પહેલા ઠરાવ કરવામાં આવે ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે તે ઠરાવની અમલવારી કરવાની હોય છે જો કે, પાલિકામાં ઓરેવા ગ્રૂપને ઝૂલતા પુલની જવાબદારી આપવા માટેનો પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો જ નથી તો પછી ચીફ ઓફિસરે કઈ સત્તાના આધારે અથવા તો કોના કહેવાથી ઓરેવા ગ્રૂપની સાથે ઝૂલતા પુલની જવાબદારી આપવા માટેના સ્ટેમ્પ પેપર ઉપર સહી કરીને કરાર કરી આપેલ છે ? જો કે ,પોલીસે લીધેલ ચીફ ઓફિસરનું જે નિવેદન લીધેલ છે તેમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેમ ?, જનરલ બોર્ડની મંજૂરી જ નથી તો પછી કરાર કર્યો તેને ઓથેંટીક ગણી શકાય કે પછી માત્ર એક કાગળથી વિશેષ કશું જ નથી ? તે સહિતની અનેક ચર્ચાઓ હાલમાં રાજકીય વર્તુળોમાં અને નજરજનોમાં થઈ રહી છે જો કે, હાલમાં ઊભા થઈ રહેલા સવાલોના જવાબ સામે આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News