મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે કુલ મળીને 80 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્ર  ભરવામાં આવ્યા


SHARE







મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે કુલ મળીને 80 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્ર  ભરવામાં આવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે થઈને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણેય વિધાનસભાની બેઠક માટે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું હોય આજે બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે કુલ મળીને 80 ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે જેમાં મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક આવે છે આ ત્રણેય બેઠકોનો સમાવેશ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 માં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે જેથી કરીને પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજ તારીખ 14 ના રોજ છેલ્લો દિવસ હોય ત્રણેય બેઠક માટે થઈને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે તેને લાઈનો લગાવવામાં આવી હતી અને શરૂઆતના દિવસોમાં ગણતરીના ઉમેદવારી પત્રો ત્રણેય બેઠક ઉપર ભરાયા હતા જોકે છેલ્લા દિવસે એકી સાથે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવતા મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે કુલ મળીને 80 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરેલ છે.

ચૂંટણી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે 36, વાકાનેર કુવાડવા બેઠક માટે 26 અને ટંકારા પડધરી બેઠક માટે 18 ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર તારીખ 14 ના બપોરના ત્રણ વાગ્યા પહેલા રજુ કરવામાં આવેલ છે અને આ તમામ ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા ઉમેદવારી પત્રોને સ્વીકારવામાં આવ્યા છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વુગત પ્રમાણે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોના ડમી ઉમેદવાર તેમજ અન્ય પક્ષમાંથી જે આગેવાનોએ પોતાની ઉમેદવારી નોંધાવી હોય તેના ડમી ઉમેદવાર અને કેટલાક ઉમેદવારોએ પોતાના એક કરતાં વધુ ઉમેદવારી પત્રો ભરેલા છે જેથી કરીને આમાંથી કેટલાક ફોર્મ આગામી દિવસોમાં ચકાસણી દરમિયાન રિઝલ્ટ થઈ જશે તેમજ ડમી ઉમેદવારોના ફોર્મ નીકળી જશે અને ત્યારબાદ કેટલા ઉમેદવારો રહેશે તે તો આગામી સમય જ બતાવશે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વિધાનસભા ની ચૂંટણી માટે થઈને જે હાલમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવ્યા બાદ 17 તારીખ ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે એટલે 17 તારીખે આ ત્રણેય બેઠકો માટે જે આગેવાનો ચુંટણી લડવા ન ઇચ્છતા હોય તે ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા છે તેમાંથી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લે અને ત્યારબાદ જે ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

જો રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે તેવી જ રીતે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી એ પોતાની ઉમેદવારી નોંધાવી દીધેલ છે આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષમાંથી પણ ઘણા આગેવાનોએ પોતાના ફોર્મ ભરેલા છે.






Latest News