મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ જન સમર્થન: સંતો-મહંતોના આશીર્વાદ સાથે પ્રચારનો પ્રારંભ


SHARE







હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ જન સમર્થન: સંતો-મહંતોના આશીર્વાદ સાથે પ્રચારનો પ્રારંભ

પ્રકાશભાઈ વરમોરાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા: અનેક ઉધ્યોગકારો સહિતના મતક્ષેત્રમાં પ્રચાર અભિયાનમાં જોડાયા: વન વે વોટિંગનો મતદારોનો કોલ

મોરબી જિલ્લાની ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ ઉદ્યોગકારો, ટેકેદારોએ અને ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે બાદ તેને પોતાના મત વિસ્તારમાં જાણ  સંપર્ક શરૂ કર્યો છે ત્યારે લોકો તરફથી પ્રકાશભાઈ વરમોરાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને ધાંગધ્રાના સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામી સહિતના સંતો મહંતોના આશીર્વાદ લઈને તેઓએ ચૂંટણી પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવેલ છે અને હાલમાં તેઓની સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા સહિતના અનેક ઉદ્યોગકારો અને ભાજપના સિનિયર આગેવાનો સહિતના પ્રચાર કાર્યમાં પણ જોડાયેલ છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તથા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોની સાથે હળવદથી  ધાંગધ્રા સુધી રેલી યોજીને ત્યાં આવેલ સ્વામીનારાયણ સંસ્કારધામ ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા. અને રામ સ્વામીના આશીર્વાદ લઈને બે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, જયંતિભાઈ કાવડિયા તેમજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતનાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે ખાસ પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા

આજથી પ્રકાશભાઈ વરમોરાએ ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓ  અને સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓની સાથે પોતાના મતક્ષેત્રમાં પ્રચારનો અભિયાન શરૂ કર્યું છે અને હાલમાં જે રીતે મતદારો તરફથી ટેઊને આવકાર અમલી રહ્યો છે અને જનસમર્થન મળી રહ્યું છે તે જોતાં આ બેઠકના મતદારો દ્વારા વન વે વોટિંગ કરવામાં આવે અને પ્રકાશભાઈ વરમોરા આ બેઠક ઉપરથી જંગી લીડ સાથે વિજય બનશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં જુદાજુદા ગામના પ્રવાસ દરમ્યાન સંતો-મહંતોના આશીર્વાદ તેઓને મળી રહ્યા છે અને આ બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠશે તે નિર્વિવાદિત વાત થઈ ગયેલ છે




Latest News