મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

ગાંધીજીએ વર્ષો પહેલા કહ્યું હતું કોંગ્રેસને વિખેરી નાખો, તે સમય હવે પાકી ગયો છે: યોગી આદિત્યનાથ


SHARE







મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભા યોજાઇ હતી જેમાં તેણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થઈ રહેલા વિકાસની વાતો લોકો સમક્ષ મોકલી હતી અને ખાસ કરીને મહાત્મા ગાંધીએ વર્ષો પહેલા કીધું હતું કે કોંગ્રેસને વિખરી નાખવાની જરૂર છે તે સમય હવે પાકી ગયો છે તેવી ટકોર યોગી આદિત્યનાથે સભામાં હાજર રહેલા લોકોને કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે ભાજપે તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે અને એકી સાથે આજે ગુજરાતમાં કુલ મળીને 80 વિધાનસભા બેઠકો ઉપર સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓ ગજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં વાંકાનેર શહેરમાં આવેલ કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા, મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, નાગદાનભાઇ ચાવડા, મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઇ દલવાડી સહિત તમામ આગેવાનો હાજર રહ્યા હતા

આ તકે ખાસ કરીને સ્થાનિક તમામ આગેવાનોએ જીતુભાઈ સોમાણીને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે લોકોને આહવાન કર્યું હતું ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભાને સંબોધન કર્યુ હતુ અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે રામ અને કૃષ્ણની ભૂમિ તેમજ જ્યાં ગંગા નિરંતર વહે છે તે પાવન ધરતી ઉપરથી હું તમારી સમક્ષ આવ્યો છું અને પોતાની વાત લોકો સમક્ષ મુકતા પહેલા તેમણે મોરબીમાં ઝૂલતાપુલ તૂટી પડવાના કારણે જે લોકો અવસાન પામ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ દુર્ઘટના સમયે કાંતિભાઈ અમૃતિયા અને અન્ય કાર્યકરોએ કામ કરેલ તે યાદ કર્યુ હતુ.

આટલું જ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના દેવસ્થાનોના ડેવલપમેન્ટ માટે જે કામગીરી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થઈ રહી છે તેવી કામગીરી જો દેશમાં કોંગ્રેસ હોત તો ન થઈ હોત તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી અને કોંગ્રેસ ઉપર કેટલાક પ્રહારો કર્યા હતા ત્યાર બાદમાં છેલ્લે એવું પણ કહી દીધું હતું કે ગાંધીજીએ કોંગ્રેસને વિખરી નાખવા માટે વર્ષો પહેલા કહ્યું હતું જોકે હવે તે સમય પાકી ગયો છે તેમ કહીને હર હર મહાદેવ અને જય જય ગરવી ગુજરાત સાથે પોતાની વાત તેઓએ પૂર્ણ કરી હતી અને જીતુભાઈ સોમાણીને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે થઈને લોકોને યોગી આદિત્યનાથે આહવાન કર્યું હતું આ સભાનું સંચાલન મોરબી જીલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ દ્વારા કરવામાં આવ્યુ હતુ






Latest News