હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓએ મૂકેલ જામીન અરજીનો ૨૩ મી એ ફેસલો


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આઠ આરોપીઓએ મૂકેલ જામીન અરજીનો ૨૩ મી એ ફેસલો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે દરમ્યાન આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તેની વધુ સુનાવણી આગમી તા ૨૩ ના રોજ રાખવામા આવી છે.

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી અગાઉ આરોપી પ્રકાશ લાલજીભાઈ પરમારે જામીન લેવા માટે અરજી કરી હતી અને હાલમાં મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે આ આઠ આરોપીની જામીન અરજી કરવામાં આવી હતી જેની આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા બંને પક્ષેથી દલીલો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરોપીઓના વકીલ દ્વારા જામીન મેળવવા માટે થઈને જુદી જુદી કોર્ટમાં આપવામાં આવેલા ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીની સીધી રીતે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી તેવી દલીલ કરવામાં આવી હતી તો સામા પક્ષેથી સરકારી વકીલ દ્વારા પણ મજબૂત પુરાવાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આગામી સુનવણી તારીખ 23 ના રોજ રાખી છે




Latest News