મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે આવેલ પરિણીતાને સાસરિયાંઓ તેડવા આવતા ફીનાઇલ પી લેતા સારવારમાં..!?


SHARE







મોરબીમાં માવતરે આવેલ પરિણીતાને સાસરિયાંઓ તેડવા આવતા ફીનાઇલ પી લેતા સારવારમાં..!?

મોરબીમાં માવતારે આવેલ પરણીતાને તેના સાસરીયાઓ તેડવા આવેલા હોય પરંતુ પરણીતાને તેમની સાથે જવું ન હોય તેથી ફિનાઈલ પી ગઈ હતી તેથી તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સરોવરની પાળ વિસ્તારમાં માવતરને ત્યાં આવેલ બબુબેન કરમશીભાઈ રાતડીયા જાતે ભરવાડ નામની ૨૩ વર્ષીય પરિણીતા પોતાના એક પુત્ર સાથે માવતારે આવેલી હતી દરમ્યાનમાં બબુબેને અહીં તેના પિયરમાં ફિનાઈલ પી લેતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે બબુબેનના લગ્ન ગાંધીધામ ખાતે થયેલા છે અને હાલ તેઓ પોતાના માવતરને ત્યાં હતા દરમિયાનમાં તેમના સાસરીયાઓ તેણીને તેડવા માટે આવેલા હોય પરંતુ પોતાને સાસરીયે જવું ન હોય જેથી કરીને તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયા હતા.! જ્યારે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો પ્રેમ અશોકભાઈ ચાવડા નામનો ૧૬ વર્ષનો સગીર ટ્યુશન ક્લાસીસથી ઘરે જતો હતો ત્યારે શનાળા રોડ ઉપર સરદારબાગ નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા કિરીટ નટવરલાલ કારીયા નામના ૫૮ વર્ષના આધેડને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલ શ્રીમદ સોસાયટી સામે રેલ્વેના પાટા પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામના રાજેશ મેરૂભાઈ ભીમાણી નામના યુવાનને માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. તેમજ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા પોલાભાઈ અરજણભાઈ રંગપરાને ઘર નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા ખુશ્બુબેન મુરલીભાઈ ઝા (૩૫) અને પાયલબેન મુકેશભાઈ દેગામા (૩૦) ને મારામારીમાં ઈજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા પાડોશમાં રહેતા ભુરીબેન તેમજ મીનાબા અને તેઓની પુત્રવધુ સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ ઢીકાપાટુની મારામારીના બનાવમાં બંનેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હોવાનું ખુલ્યુ હતુ.






Latest News