હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોને ૯૦ રૂપિયા ભાડામાં એસી બસની સુવિધા મળશે


SHARE





મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોને ૯૦ રૂપિયા ભાડામાં એસી બસની સુવિધા મળશે

ગુજરાત એસટી નિગમ દ્વારા મોરબી-રાજકોટ રૂટ ઉપર પ્રથમ વખત જ ઇલેક્ટ્રિક એસી એસટી બસ આપવામાં આવી છે અને અને રાજકોટ એસટી ડેપોમાં પ્રથમ પાંચ ઇલેક્ટ્રિક બસ આવતા મોરબી રાજકોટ વચ્ચે ૯૦ રૂપિયા ભાડામાં મુસાફરોને એસીની મુસાફરી કરવાની મજા આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી-રાજકોટ રૂટ ઉપર ટ્રાફિક વધુ રહે છે ત્યારે સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ આ રુટ ઉપર દોડતી થઈ છે જેથી કરીને મુસાફરોને તેનો લાભ મળશે રાજકોટ ડિવિઝનને કુલ ૨૦ ઈલકટ્રીક એસટી બસ ફાળવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે પાંચ ઇલેક્ટ્રિક બસ આવતા તેની મોરબી-રાજકોટ રૂટ ઉપર ૧૦ ટ્રીપ ગોઠવવામાં આવી છે અને એરકંડીશન સુવિધા વાળી આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા ૯૦ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. અને આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે.




Latest News