મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?


SHARE









મોરબી જીલ્લામાં મતદાન પૂરું થયાના બીજા જ દિવસે જુમાવાડી વિસ્તાર પાસે હવામાં ત્રણ ફાયરિંગ !: કોઈ ફરિયાદ નહીં ?

માળીયા મીયાણામાં નવલખી બંદર પાસે આવેલ જુમાવાડી વિસ્તાર નજીક ગઈકાલે સાંજના સમયે અજાણી કારમાં આવેલા શખ્સ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યા ઉપર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટનાએ પહોંચી હતી અને લોકો પાસેથી હકીકત મેળવી હતી તેમ છતાં પણ આ બનાવ સંદર્ભે હજુ સુધી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને આ બાબતની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખને જાણ થતા તેઓ જુમાવાડી વિસ્તારમાં રાત્રે પહોંચ્યા હતા અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું

મોરબી જિલ્લાની ત્રણ સહિત ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકો માટે થઈને હાલમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે અને ચૂંટણીનું મતદાન પૂરા થયાના બીજા જ દિવસે મોરબી જિલ્લામાં આવતા માળિયા મીયાણા તાલુકામાં નવલખી બંદર નજીક જુમાવાડી વિસ્તાર પાસે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે જે બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં અંધારું થયા બાદ અજાણી કારમાં કોઈ શખ્સો આવ્યા હતા અને તેમણે પોતાની કારના હેડલાઇટ સહિતની લાઈટો બંધ રાખી હતી અને ત્યારબાદ જુમાવાડી વિસ્તારની આસપાસમાં હવામાં કુલ મળીને ત્રણ ફાયરિંગ કર્યા હતા અને અલગ અલગ જગ્યા ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગયો હતો પરંતુ આ બાબતની હજુ સુધી માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી

જોકે આ બનાવની મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન કિશોરભાઈ ચીખલીયાને જાણ થતા કિશોરભાઈ ચીખલીયા રાત્રે જુમાવાડી વિસ્તારમાં લોકો પાસે દોડી ગયા હતા અને તેમની પાસેથી ફાયરિંગની ઘટનાની માહિતી તેઓએ મેળવી હતી જોકે આ બાબતની ગંભીરતાને ધ્યાન રાખીને હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પણ સામે આવ્યો નથી જેથી જુમાવાડી વિસ્તારના લોકોને સાથે રાખીને લોકોમાં ડર ઉભો કરવા માટે ફાયરિંગ કરનારા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News