હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા એકનું મોત, બેને ઇજા


SHARE







હળવદના શક્તિનગર પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા એકનું મોત, બેને ઇજા

હળવદના શક્તિનગર પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હળવદના લીલાપુરથી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં આવી રહેલ ખેત મજૂરનું મોત થયું છે જો કે અન્ય બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને  સારવારમાં લઈને ગયા હતા હાલમાં આ બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ચંદ્ર ગઢ ગામે રહેલા અશ્વિનભાઇ હરજીવનભાઇ લકુમ જાતે દલવાડી (૩૯)એ ટ્રક નંબર જીજે ૨૭ ટીટી ૮૭૦૮ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ટ્રેકટર નંબર જીજે ૧૩ એનએન ૧૬૩૮ ને લઈને કમલેશભાઈ હળવદના લીલાપુર ગામે આવેલ ફરિયાદીની વાડીએથી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં આવી રહ્યા હતા ત્યારે તેના ટ્રેક્ટરમાં પુનભાઇ અને છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામના જોરીયાભાઈ નારણભાઈ ધાણુક (૧૮) સાથે ટ્રેક્ટરમાં બેઠકા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી ફરિયાદીના ટ્રેક્ટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતી જેમાં પુનાભાઈ અને કમલેશભાઈને ઇજાઓ થયેલ હતી જો કે, ટ્રેક્ટરની ટોલીની નીચે દબાઈ જવાથી ઝોરીયાભાઇ નારાયણભાઇ ધાણુકનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં ટ્રેક્ટરના માલિકની ફરિયાદ લઈને પોલીસે ટ્રકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News