મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો


SHARE









મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખૂની હુમલાના કેશમાં આરોપીઓનો નીર્દોષ છૂટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ એવી ફરીયાદ નોંધાવેલ કે, આ કામના ફરીયાદીના બનેવીએ આ કામના આરોપીઓના ભાઈ વીરધ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બેલા (આમરણ) ગામે ફરીયાદીના ભત્રીજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ધા મારી માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી હતી તથા અન્ય આરોપીઓએ તેની મદદ કરી હતી

આ બાબતની ફરીયાદી નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા અને મગનભાઈ માણસરભાઈ ખુંગલાનાઓની આઈ.પી.સી. કલમ ૩૦૭, ૪૦૫, વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબના ગુનામાં ધરપકડ કરી હતી અને ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલ કેસમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા તથા યોગરાજસિંહ જાડેજા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી ત્યારે તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલો દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા તથા યોગરાજીંહ જે. જાડેજાની તમામ દલીલો ધ્યાને લઈને તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રોહીતસિંહ જાડેજા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.




Latest News