મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ


SHARE









મોરબીમાં પાલિકાથી રેલ્વે સ્ટેશન સહિત ચાર નવા રૂટ ઉપર સિટી બસ શરૂ કરવા માંગ

મોરબી વૈધસભાના પ્રમુખ દ્વારા પાલિકાના જવાબદાર લોકોને લેખિતમાં રજૂઆત કરીને ચાર નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ શહેરના ચારે તરફ શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો તેમજ અહીંના લોકલ લોકો સીરામીક કારખાનામાં જવા માટે અપડાઉન પણ કરે છે અને તે ઉપરાંત શાળા કોલેજ માટે પણ વિદ્યાર્થીઓ સહિતના અપડાઉન કરતા હોય છે. અધુરામાં પુરૂ રિક્ષાવાળાઓના ભાડા વધી ગયા હોવાથી લોકોને રાહત થાય તે માટે વધુ ચાર નવા રૂટ મોરબી સીટી બસ દ્વારા શરૂ કરવામાં આવવા જોઈએ જેથી કરીને સીટી બસ સેવાને તેનો આર્થિક લાભ થાય અને સાથોસાથ મોરબીના નાગરિકોની સેવામાં પણ વધારો થાય તેમ છે.

આ અંગે રજૂઆત કરતાં મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરુએ જણાવેલ છે કે, મોરબી અને આસપાસની ગ્રામ્ય જનતાને સિટી બસની સુવિધા મળે છે. ત્યારે હજુ ચાર જેટલા નવા રૂટ પર સિટી બસ શરૂ કરવામાં આવે તો તેનો મોરબીવાસીઓને લાભ મળે તેમ બોય લોકોના હીતમાં નવા રૂટ ચાલુ કરવા માંગ કરાયેલ છે તેવું તેમણે જણાવ્યુ હતું અને સત્વરે અમલ કરવાની વિનંતી કરી હતી. વધુમાં રજૂઆતમાં ડો.બી.કે.લહેરૂએ મોરબી નગરપાલિકાથી રેલ્વે સ્ટેશન, મોરબીથી પીપળીયા ચાર રસ્તા સુધી (વાયા જેપુર, ખાખરાળા, બરવાળા), મોરબીથી મોટા જડેશ્વર-નાના જડેશ્વર (વાયા નરસંગ ટેકરી, રવાપર, સજનપર, ધુનડા, નાના જડેશ્વર) અને મોરબીથી ખાનપર (વાયા શક્ત શનાળા, રાજપર, ચાચાપર, થોરાળા) સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News