મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી, ટંકારામાં દુર્લભજીભાઈ દેથરીયાની જીત : કગથરા અને પીરજાદાએ હાર સ્વીકારી


SHARE









મોરબી : વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી, ટંકારામાં દુર્લભજીભાઈ દેથરીયાની જીત : કગથરા અને પીરજાદાએ હાર સ્વીકારી

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક માટે આજ સવારથી મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને બપોર સુધીમાં ત્રણેય બેઠક ઉપરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જો વાત કરીએ ટંકારા પડધરીની તો ત્યાં ભાજપના ઉમેદવાર દુર્ભભજીભાઇ દેથરીયા અને વાંકાનેર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી ની જીત નિશ્ચિત થઈ ગયેલ છે આટલું જ નહીં કોંગ્રેસના બંન્ને સીટના ઉમેદવારોએ પોતાની હાર સ્વીકારી હોવાનું પણ જણાવેલ છે.

મોરબી જિલ્લામાં વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણે ત્રણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય મેળવ્યો હતો. જેથી કરીને આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારો વિજય મેળવશે તેવી આશા અને અપેક્ષા સાથે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા અને સામા પક્ષે ભાજપે પણ આ બેઠકો ઉપર વિજય મેળવી શકે તેવા પાણીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેના ફળ સ્વરૂપે ચૂંટણી પ્રચાર દરમિયાન લોક સંપર્ક કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે મતદારોએ મતદાન કર્યું હતુ અને ભાજપ તરફી હાલમાં મતગણતરી દરમિયાન  વાતાવરણ સામે આવ્યું છે અને વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો ત્યાં 22 રાઉન્ડ દરમિયાન ઇવીએમ મશીનમાંથી જે આંકડા નીકળ્યા તેમાં સરેરાશ 12,000 થી વધુ વધુની લીડ ભાજપના ઉમેદવારને મળેલ છે જોકે એક મશીનમાં ટેકનિકલ ખામી આવી હોવાથી તે મશીનની મતગણતરી બાકી છે તેની સાથોસાથ પોસ્ટલ બેલેટની મતગણતરી પણ હાલમાં ચાલી રહી છે પરંતુ આ લીડ હવે બાકી રહેલા મતમાંથી કાપી શકાય તેવી કોઈ પરિસ્થિતિ ન હોવાથી વાકાનેરના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવેદ પીરજાદાએ પોતાની હાર સ્વીકારી છે અને વાંકાનેર બેઠક ઉપરથી જીતુભાઈ સોમાણી ભાજપના ઉમેદવાર ભવ્ય લીડ સાથે વિજય બન્યા છે.

જો ટંકારા પડધરી બેઠકની વાત કરીએ તો ટંકારા પડધરી બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રદેશના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા કે જે વર્તમાન ધારાસભ્ય પણ છે તેઓને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા હતા અને તેની સામે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ને ભાજપ તરફથી ટિકિટ આપીને આ ચૂંટણીના જંગના મેદાનમાં ઉતાર્યા હતા અને છેલ્લા દિવસો દરમિયાન ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ જે લોક સંપર્ક કર્યો, ચૂંટણી પ્રચાર કર્યો અને તેના ફળ સ્વરૂપે મતદારો દ્વારા પોતાના મનપસંદ ઉમેદવારને ચુંટી કાઢવા માટે મતદાન કર્યું હતું તેના આંકડા આજે જાહેર કરવામાં આવતા મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠક ઉપર 22 રાઉન્ડ ગ્રહમાં મતગણતરી પૂર્ણ થવાની છે જોકે 13 રાઉન્ડની મતગણતરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયેલ છે અને ત્યારે દુર્લભજીભાઈ દેથરીયા 9500 થી વધુ ની લીડ સાથે આગળ હોય કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય લલીતભાઈ કગથરા એ પોતાની હાર સ્વીકારી છે એટલે કે આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વિજય મેળવશે.




Latest News