ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ઘોડો વિનમાં: કાંતિભાઈ, જીતુભાઈ અને દુર્લભજીભાઈ આગળ


SHARE











મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ઘોડો વિનમાં: કાંતિભાઈ, જીતુભાઈ અને દુર્લભજીભાઈ આગળ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારથી મત ગણતરીનો પ્રારંભ થયો છે અને સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી અને તેની સાથોસાથ ઇવીએમમાં પડેલા મતની ગણતરી પણ શરૂ કરવામાં આવી હતી અને આ ત્રણેય બેઠક ઉપર પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા ત્રણે ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ હતા અને હાલમાં પણ મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર મોટો અપસેટ જોવા મળી રહ્યો છે કે જે માળિયા તાલુકામાંથી દર ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લીડ મળતી હોય છે તે બૂથ ઉપરથી આ વખતે પ્રથમ વખત ત્યાં કાંતિભાઈ અમૃતિયાને 5577 મત ની લીડ મળેલ છે.

ગુજરાતની 182 બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક માટેની પણ મતગણતરી શરૂ કરવામાં આવી છે અને મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ પોલીટેકની કોલેજ ખાતે જુદી જુદી બે બિલ્ડીંગમાં ત્રણેય બેઠક માટેની મતગણતરી નો પ્રારંભ થઈ ગયો છે સવારે 8:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી ત્રણેય બેઠક ઉપર શરૂ કરવામાં આવી હતી અને આ ત્રણેય બેઠક માટે કુલ મળીને 4,161 પોસ્ટલ બેલેટ મળેલા હોય તેની ગણતરી કરવામાં આવી રહી છે તેની સાથોસાથ મત ગણતરીની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે થઈને જુદા જુદા 14-14 ટેબલ ઉપર ત્રણેય બેઠક ઉપર ક્રમશઃ ઇવીએમ મશીન લાવવાની કામગીરી પણ ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર પ્રથમ રાઉન્ડના અંતે મોટો અપસેટ જોવા મળેલ છે.

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસ તરફથી જયંતીભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે દર વખતે માળિયા તાલુકા થી મોરબી માળિયા વિધાનસભા બેઠકની મત ગણતરીનો પ્રારંભ થતો હોય છે અને ત્યાર ભાજપના ઉમેદવારને તેમાં લીડ ન મળતી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ આ વખતની ચૂંટણીમાં મોટો અપસેટ ગણી શકાય તેમ માળીયાથી જ ચૂંટણીના મતની ગણતરી શરૂ થઈ છે અને પ્રથમ રાઉન્ડમાં કાજરડા સહિતના વિસ્તારોના બુથના ઇવીએમ મશીનને ખોલવામાં આવ્યા હતા અને તેમાં ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ને 481 મત ની લીડ મળી છે.

હાલમાં મોરબી જિલ્લાની મત ગણતરીની વાત કરીએ તો આ સમાચાર લખાય છે ત્યાં સુધી 11:30 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠક માટે કુલ મળીને નવ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા 16,891 મત ની લીડ થી કોંગ્રેસના ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યા છે જ્યારે ટંકારા પડધરીની વાત કરીએ તો ત્યાં નવ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયેલ છે અને ત્યાં ટંકારામાં દુર્લભજીભાઈ દેથરીયા 10196 મતની લીડ સાથે કોંગ્રેસનો ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યા છે જ્યારે વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો ત્યાં અત્યાર સુધીમાં કુલ મળીને 16 રાઉન્ડની મતગણતી પૂર્ણ થયેલ છે અને હાલમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી 1468 મતથી આગળ ચાલી રહ્યા છે.






Latest News