વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય 


SHARE









વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય 

કોંગ્રેસનાં ગઢ સમાન વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ હોવાથી આ બેઠક ઉપર આ ચુંટણીમાં કમળ ખીલી ઉઠ્યું છે અને ત્યાં હિંદુત્વનું કાર્ડ ચાલ્યું હોવાથી જીતુ સોમાણી ૧૩૦૦૦ થી વધુ મતની લીડ સાથે વિજય બનેલ છે

છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના મહમદ જાવિદ પીરઝાદા આ બેઠક ઉપર ઉ\વિજય મેળવતા હતા જેથી કરીને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠકને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા મતે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીને મેદાનમાં ઉતાર્યા હતા અને વર્ષોથી લોકોના કામ કરતાં અને લોકોની વચ્ચે રહેતા જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ છે જેથી કોંગ્રેસનો ગઢ આ  ચુંટણીમાં તૂટી ગયેલ છે અને ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી ૧૯૯૫૫ મતની લીડથી કોંગ્રેસનાં ઉમેદવારની સામે વિજય બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, ભાજપના ચૂંટણી પ્રચાર માટે બુલડોઝર બાબા તરીકે જાણીતા યોગી આદિત્યનાથ વાંકાનેરમાં આવ્યા હતા અને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠક ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ ભાજપના જીતુભાઈ સોમાણીને ૮૦૬૭૭ મત, કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદાને ૬૦૭૨૨ મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીને ૫૩૪૮૫ મત મળ્યા છે આમ જીતુભાઈ સોમાણી ૧૯૯૫૫ મતે વિજય બનેલ છે




Latest News