મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ત્રીપલ એમ ફેક્ટર ન ચાલ્યુ: કાંતિભાઈ અમૃતિયાનો જય જયકાર


SHARE













મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ત્રીપલ એમ ફેક્ટર ન ચાલ્યુ: કાંતિભાઈ અમૃતિયાનો જય જયકાર

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપે કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી હતી ત્યારથી જ કાંતિલાલ અમૃતિયા આ બેઠક ઉપરથી વિજય ન બને તેના માટે થઈને ત્રીપલ એમ ફેક્ટર સક્રિય થયું હતું અને બનતા તમામ પ્રયાસો ચૂંટણી પ્રચારના દિવસો દરમિયાન કરવામાં આવ્યા હતા જેની એક ઓડિયો ક્લિપ પણ થોડા દિવસો પહેલા વાયરલ થઇ હતી અને હજુ આગામી દિવસોમાં કેટલાક નવા કડાકા ભડાકા થાય તેવા સંકેતો મળી રહ્યા છે ત્યારે લોક નેતા તરીકે મોરબી માળિયા વિધાનસભા મત ક્ષેત્રમાં મતદારોના હૈયે વસેલા કાંતિલાલ અમૃતિયાનો હાલમાં જય જયકાર થઈ ગયો છે જેથી કરીને મોરબી જિલ્લાના રાજકારણમાં પણ હવે મોટા પાયે બદલાવ જોવા મળે તો નવાઈ નથી

સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી આવે ત્યારે ઘણા બધા આગેવાનો અને અપેક્ષિતો ટિકિટની માંગણી પક્ષ પાસે કરતા હોય છે આવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે પણ ૧૫ જેટલા આગેવાનો દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે ભાજપ દ્વારા મંથન કરીને અંતે વિનેબલ ઉમેદવાર તરીકે કાંતિભાઈ અમૃતિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો અને તેની ટિકિટ ફાઇનલ કરવામાં આવી હતી જોકે કાંતિભાઈ અમૃતિયાની ટિકિટ ફાઇનલ થતાની સાથે જ આ બેઠક ઉપરથી કાંતિલાલ અમૃતિયા વિજય ન બને તેના માટે થઈને ત્રિપલ એમ ફેક્ટર સક્રિય થયું હતું અને બનતા તમામ પ્રયત્નો તેને હરાવવા માટે કરવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે જોકે ગઈકાલે જે પરિણામ જાહેર થયું છે તે જોતાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારની અંદર ત્રીપલ એમ ફેક્ટર ચાલ્યું નથી અને કાંતિભાઈની લોકચાહનામાં પ્રબળ વધારો થયો છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી

છેલ્લા લગભગ ૨૦ દિવસ કરતાં વધુ સમયથી મોરબીમાં ત્રિપાલ એમ ફેક્ટરની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ત્રીપલ એમ ફેક્ટર એટલે શું તેવો સવાલ લોકોના મનમાં ઊભો થાય તે સ્વાભાવિક છે જો કે સામાન્ય રીતે ત્રિપાલ એમ એટલે મની, મસલ્સ અને માફિયા એવું થાય છે પરંતુ કાંતિભાઈ અમૃતિયાણા સમર્થકોમાં થતી ચર્ચા મુજબ મોરબી માળીયામાં ત્રીપલ એમ ફેક્ટર એટલે મોહન, મગન અને મેરજા થાય છે જો કે, તથ્ય જે હોય તે પરંતુ હાલમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીનું જે પરિણામ જાહેર થયું છે તેને લઈને કેટલાક રાજકીય આગેવાનોની બોલતી બંધ થઈ ગઈ છે કારણ કે આ ચૂંટણીમાં કાંતિલાલ અમૃતિયા વિજય ન બને તેના માટે ભાજપનું જ અસંતૃષ્ઠ જૂથ મેદાને હતું અને વિપક્ષને ફાયદો થાય તે પ્રકારની ગોઠવણી કરવા માટે સક્રિય હતું જેનો જ બોલતો પુરાવો મત ગણતરીના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મોરબી માળિયા મતવિસ્તારમાં આવતા ઘાટીલા ગામના આગેવાન અને સહકારી ક્ષેત્રના આગેવાન વચ્ચે વાતચીત થઈ રહી છે જેમાં કાંતિલાલ અમૃતિયાને પાડી દેવાની વાતો કરવામાં આવી હતી

મોરબી માળિયા મતવિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાંતિભાઈ અમૃતિયા ન માત્ર રાજકારણી તરીકે પરંતુ લોક નેતા તરીકે લોકોમાં ખૂબ જ ચાહના ધરાવે છે અને તેમનું નામ જ્યારે આ ચૂંટણી માટે ભાજપ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું ત્યારથી જ તેમની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી જો કે ત્રીપલ એમ ફેક્ટર દ્વારા તેને ડેમેજ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેની કારી ફાવી નથી અને હાલમાં સ્પષ્ટ જનાદેશ કાંતિભાઈ અમૃતિયા તરફે આવ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં રાજકીય ઉથલપાથલ પણ મોટા પાયે થશે અને તેમાં ભાજપને તેમજ કાંતિલાલ અમૃતિયાને ડેમેજ કરવા માટેના પ્રયત્નો જેમના દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ લોકોના નામ ઉપર કાતર ફેરવવામાં આવે તેવી પણ ચર્ચાઓ હાલમાં રાજકીય વર્તુળોમાં થઈ રહી છે






Latest News