મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામ સહિત બેઠકમાં મોટા માણસોને મતદારો આંટી ગયા: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ભાજપના વિજેતા ઉમેદવાર અને લોકલાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાની પરિણામ જાહેર થયા બાદ રાત્રે સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ મહેન્દ્રનગર ચોકડી પાસે બનનારા ઓવરબ્રિજને લઈને લોકોની સુવિધામાં વધુ વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી પાણીદાર ખાતરી આપી હતી અને આ તકે તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે “મોટા માણસને મતદારો આંટી ગયા” તેવો ઘાટ મહેન્દ્રનગર ગામ સહિત મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ઊભો કર્યો છે જે ઋણ હું ક્યારેય ભૂલીશ નહીં અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં કાંતિભાઈ મચ્છુ નદીમાં ઝુલતો પુલ તૂટ્યો ત્યારે છબછબીયા કરતા હતા તેવું કહ્યું હતું તેવું બોલનારા શખ્સોને શોધી લાવો અને ચાર કલાક ઈ ગટરના પાણીમાં તે છબછબિયા કરશે તો તેને હું રૂપિયા આપીશ તેવું પણ કહ્યું હતું




Latest News