મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ઈમેજ ઉપર ટ્વિટ કર્યું તો ધરપકડ, ફોલ્ટી બ્રિજ બનાવીને ૧૩૫ લોકોના જીવ લીધા તેની સામે કેસ નહીં ?: સાંકેત ગોખલે


SHARE







 

ઈમેજ ઉપર ટ્વિટ કર્યું તો ધરપકડ, ફોલ્ટી બ્રિજ બનાવીને ૧૩૫ લોકોના જીવ લીધા તેની સામે કેસ નહીં ?: સાંકેત ગોખલે

તૂણમૂલ કોંગ્રેસના આગેવાન અને પત્રકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ રી-ટ્વિટને લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી જોકે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તે જામીનમુક્ત થયેલ હતો અને ત્યાર બાદ તેણે સરકારી મશીનરીના ઉપયોગ સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારની ઈમેજ ઉપર કોઈ ટ્વિટ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે જોકે ફોલ્ટી બ્રિજ બનાવીને ૧૩૫ લોકોના જીવ જાય તેની સામે કોઈ કેસ કરવામાં આવતો નથી અને ઓરેવા કંપનીના જયસુખ પટેલને હજુ સુધી પકડવામાં આવ્યા નથી આમ તેણે આડકતરી રીતે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે નિશાન ટંકયું હતું

મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો તેને લગભગ સવા મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી મુખ્ય દોષિત કોણ ? અને કોની બેદરકારીના કારણે આ પુલ તૂટ્યો ? તેને લઈને કોઈ સ્પષ્ટતા થયેલ નથી તેવામાં પુલ તૂટવાના લીધે મોરબીની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખર્ચ અંગેની જે ટ્વિટ કરવામાં આવી હતી તેને ટીએમસીના આગેવાન અને પત્રકાર દ્વારા રી-ટ્વિટ કરવામાં આવી હતી જેથી કરીને બે શખ્સોની સામે મોરબી પોલીસ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધેલ ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જોકે ટીએમસીના આગેવાનને જામીનમુક્ત કરવામાં આવેલ છે

ત્યાર બાદ તેને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે રીટ્વિટ કર્યું હતું તેમાં તેનો કોઈ ઇરાદો ન હતો કે તે ટ્વીટથી ચૂંટણીને અસર થાય તો પણ કોઈ કારણ વગર હાર્ટનો દર્દી હોવા છતાં તેની બીજા રાજ્યમાંથી ગુજરાત પોલીસે ધરપકડ કરી છે અને બીજાએ મુકેલી ટ્વીટને રીટ્વિટ કરવાથી તેની ધરપકડ કરવામાં આવેલ છે જોકે દક્ષ પટેલ નામના જે વ્યક્તિએ ટ્વિટ કર્યું છે તે કોણ છે ? ક્યાં છે ? તે હજુ પોલીસ શોધી શકી નથી અને ખાસ કરીને તેઓની પાર્ટીના સર્વેસરવા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના ટીએમસીના આગેવાનોનો તેણે આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપની આ પ્રકારની રાજનીતિ તેઓને ડરાવી શકશે નહીં અને તેઓ તેની સામે દસ ગણી તાકાતથી લડશે તેવું જણાવ્યું હતું

અંતમાં તેણે પણ જણાવ્યું હતું કે મોરબી કે ગુજરાત પોલીસ સામે તેને કોઈ ફરિયાદ નથી પરંતુ મોરબીમાં ઓરેવા કંપની દ્વારા જે બ્રિજનું રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું અને તે બ્રિજ તૂટી પડવાના કારણે ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયા હતા તે બનાવમાં જયસુખ પટેલની હજુ સુધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ રૂપિયા દેવામાં આવ્યા છે જોકે પીએમનો ખર્ચો શું હોય છે તેના આંકડા બધા જાણે છે જેથી તે બાબતે કોઈ ટીકા ટિપ્પણી તેણે કરી ન હતી અને ખાસ કરીને તેણે એવું પણ જણાવ્યું હતું કે “ઈમેજ ઉપર કોઈ ટ્વિટ કર્યું હોય તો પોલીસ એરેસ્ટ કરે છે પરંતુ ફોલ્ટી બ્રિજ બનાવીને ૧૩૫  લોકોના જીવ લીધા તેની સામે કોઈ કેસ નહીં અને ફરિયાદમાં તેનું નામ પણ નથી આમ તેને આડકતરી રીતે સરકાર અને પોલીસ ઉપર નિશાન ટંકયું હતું






Latest News