મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની નિર્મમ હત્યા કરનારા આરોપીને આજીવન કેદ


SHARE









મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની નિર્મમ હત્યા કરનારા આરોપીને આજીવન કેદ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે અઢી વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટેમાં ચાલી જતાં તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને ભોગ બનેલ બાળકીના પરિવારને ૫.૨૮ લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીના જેતપર રોડે બેલા ગામની સીમમાં આવેલ રોસાબેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરી સાથે વર્ષ ૨૦૧૮ માં અપહરણ ત્યાં જ કારખાનામાં મજૂરી કામ કરતાં અને રહેતા સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સે કર્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચારીને તળાવના પાણીમાં ફેંકી દઈને તેની હત્યા કરી હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના શખ્સને પકડી પાડી તેની સામે હત્યમ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસ મોરબીની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને ભોગ બનનાર દીકરીના પરિવારને ૫.૨૮ લાખનું વળતર આપવાનો હુકમ કરેલ છે




Latest News