મોરબીના પતિ સાથે મનમેળ ન હોય મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવનાર મહિલાને બચાવી લેવાઇ
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં વહીવટી-ટેકનિકલ બેદરકારી સામે આવતા પાલિકાને હવે ગમે ત્યારે સુપરસીડ
SHARE
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં વહીવટી-ટેકનિકલ બેદરકારી સામે આવતા પાલિકાને હવે ગમે ત્યારે સુપરસીડ
હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી ત્યારે એડ્વોકેટ જનરલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લેવામાં આવી હતી અને મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના જીવ ગયા હોવાથી મોરબી પાલિકના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલે લેવા આવ્યા છે તેવું એફિડેવિટમાં સરકારે રજૂ કરેલા જવાબમાં જણાવ્યુ છે અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને અગાઉ સરકાર તરફથી છ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તેમાં વધુ ચાર લાખ રૂપિયા આપવામાં આપવામાં આવશે અને ઇજાગ્રસ્તોને પણ વધુ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે આટલું જ નહીં પાલિકા ટેકનિકલ રીતે અને વહીવટી રીતે બેદરકાર હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને સરકારે પાલિકાને સુપરસીડ કરવાની તૈયારી દર્શાવી છે જેથી કરીને મોરબી પાલિકાને ગમે ત્યારે સુપરસીડ કરવામાં આવશે તે નિશ્ચિત થઈ ગયું છે
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને ગઇકાલે હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી જેમાં પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાયની ચર્ચા કરવાં આવી હતી અને ખાસ કરીને આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને સરકાર તરફથી માત્ર ૫૦ હજારની સહાય આપવામાં આવી છે જેથી કરીને ઇજાગ્રસ્તોને ઓછુ વળતર મળ્યું છે તેવી વાત સામે આવી હતી જેથી કરીને આ દુર્ઘટનાને સ્પેશ્યલ કેસ ગણીને ઈજાગ્રસ્તોને સહાય આપવી જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું હતું તો અગાઉ મૃતકોના પરિવારને ઓછું વળતર આપવમાં આવ્યું હોવાનું હાઈકોર્ટે કહ્યું હતું જેથી કરીને સરકારે એફિડેવિટ સાથે જે જવાબ રજૂ કર્યો હતો તેમાં જણાવ્યુ છે કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી છ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તેમાં વધુ ચાર લાખ રૂપિયા આપવામાં આપવામાં આવશે અને ઇજાગ્રસ્તોને પણ પહેલા ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું તેમાં હવે વધુ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે
મોરબીના ઝૂલતા પુલા માટે રાજકોટના કલકેટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચે ૧૬/૬/૨૦૦૮ ના રોજ પહેલો કરાર કરાર કરવામાં આવ્યો હતો અને તે કરારમાં રાજકોટના કલેકટરે સહી કરી હતી અને આ કરાર તા ૧૫/૬/૨૦૧૭ ના રોજ પૂરો થઈ ગયો હતો અને અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ પછી કરાર કરવામાં આવ્યો ન હતો જેથી તે મોરબી પાલિકા પાસે હતો અને આ પુલ જર્જરિત હોવાથી છેલ્લે જે કરાર માર્ચ ૨૦૨૨ માં કરી આપવામાં આવ્યો હતો ત્યાર બાદ દુર્ઘટના બનેલ છે અને છેલ્લા કરારમાં ચીફ ઓફિસરે સહી કરેલ છે અને પાલિકામાં જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન તેમજ ચીફ ઓફિસરે આગમી જનરલ બોર્ડમાં મજૂર કરાવવાની શરતે કરાર કરી આપ્યો હતો જેથી કરીને ગુજરાત મ્યુનિસિપલ્ટી એકટની કલમ ૨૬૩ (સુપરસીડ) નો ઉલેખ્ખ આજે પણ કરવામાં આવ્યો હતો તેમજ ૧૩૫ લોકોના જીવ આ ઘટના ગયા હોવાથી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આવ્યા છે તેવું જણાવ્યુ હતું ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે મોરબી પાલિકા ટેકનિકલ અને વહીવટી રીતે બેદરકાર હોવાનું સામે આવી રહ્યું છે જેથી સરકારે રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા સામે કલમ ૨૬૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એટ્લે કે પાલિકાને સુપરસીડ કરવા માટેનું સરકારે મન બનાવી લીધું છે જેથી મોરબી પાલિકાને હવે ગમે ત્યારે સુપરસીડ કરવામાં આવશે
ગાઈકલે સુનવણી દરમ્યાન મોરબીની દુર્ઘટનાને ધ્યાને રાખીને હાઈકોર્ટે રાજ્યની તમામ પબ્લિક પ્રોપર્ટી માટે સેફ્ટી, સિક્યુરિટી, ઓપરેશના અને મેંટેનન્સનું સક્ષમ ઓથોરીટીએ પિરિયોડિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ તેમજ તેના રેકોર્ડ રાખવામા આવે તેવી પણ સૂચન આપેલ છે ખાસ કરીને હેરિટેજ વેલ્યુને ધ્યાનમાં રાખીને જે તે મિલકતનું મેંટેનન્સ કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી તેમજ સુઓમોટો કેસમાં એડ્વોકેટ જનરલને વરુણ પટેલ અને સિખા પંચાલને એપોઇન્ટ કરવામાં આવેલ છે અને તેની પ્રોફેશનલ ફી ગુજરાત સરકારના લીગલ વિભાગને આપવાની રહેશે અને આ દુર્ઘટનાની તપાસ કરી રહેલ સીટની ટીમને પ્રિલિમરી રિપોર્ટ આપવા માટે કહ્યું છે અને આગામી તા ૨૧ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે