વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પતિ સાથે મનમેળ ન હોય મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવનાર મહિલાને બચાવી લેવાઇ


SHARE









મોરબીના પતિ સાથે મનમેળ ન હોય મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવનાર મહિલાને બચાવી લેવાઇ

મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતી અને મૂળ જેતપર ગામની મહિલાએ મોરબીના કંડલા બાઇપાસ ઉપર જુના આરટીઓ બ્રિજ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને ત્યાં ઉભેલ બે યુવાન દ્વારા મહિલાને ડેમમાં કુદીને બચાવી લેવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતી અને મૂળ જેતપર ગામની રહેવાથી લક્ષ્મીબેન વિજયભાઈ સોલંકી નામની ૨૫ વર્ષીય મહિલાએ મોરબીના કંડલા બાયપાસ જુના આરટીઓ બ્રિજ પાસેના મચ્છુ-૩ ડેમમાં કૂદકો મારી દીધો હતો અને તે ડૂબવા લાગતા ત્યાં ઉભેલા જયદીપ દિનેશભાઇ જીંજવાડિયા રહે. અમરેલી તથા અન્ય એક યુવાને ડેમમાં પડીને લક્ષ્મીબેન સોલંકીને બચાવ્યા હતા અને બાદમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે લક્ષ્મીબેનને તેમના પતિ વિજયભાઈ સોલંકી સાથે મનમેળ ન હોય અને બંને અલગ રહેતા હોય અને તેઓના બાળક બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હોય તે વાતને લઈને લક્ષ્મીબેને ડેમમાં કૂદકો માર્યો હતો જોકે સદભાગ્યે ત્યાં રહેલા બે યુવાનો દ્વારા લક્ષ્મીબેનને બચાવી લેવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ઓન્સ્ટ બોટલ નજીક બ્રેક ડાઉન થયેલા વાહનને અટકાવવા સમયે બાજુમાંથી પુરપાટ નીકળેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જયો હતો અને જેમાં અમિતાબચ્ચન સુરેન્દ્ર ગૌડ (૨૪) મૂળ રહે. ઉત્તરપ્રદેશ તેમજ રહેમાન અન્સારી રહે. મુન્દ્રા (કચ્છ) નામના બે યુવાનોને ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી લાલજીભાઈ ભૈરવભાઈ સોલંકીને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ એવલોન સીરામીક નજીક રહેતા અભિમન્યુ કોરડી (૨૫) અને મનોજ રામભાઈ શર્મા (૨૨) નામના બે પરપ્રાંતીય મજૂરો મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી નજીક હતા ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અભિમન્યુ અને મનોજને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે પૈકી અભિમન્યુને ગંભીર ઇજાઓ હોવાથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે. હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર બનાવ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News