Morbi Today
મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજીને સદગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજીને સદગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદગત માતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજીને નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા પરીવારે શ્રધ્ધાંજલિ અર્પણ કરી.સ્વ.દીવાળીબેન ધરમશીભાઈ ઝાલરીયાની પૂણ્યતિથી નિમિતે તેમના પુત્ર નિવૃત બેંકકર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી









