મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લજાઇ ગામે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


SHARE









મોરબીના લજાઇ ગામે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખિલવવા અને વિજ્ઞાન-ગણિત વિષયમાં રુચિ  કેળવવા  માટે શ્રી લજાઈ કન્યા તા. શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં લજાઈ સીઆરસીમાં આવેલ તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા વિભાગમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કૃતિઓ તૈયાર કરી હતી જેમાં નિર્ણાયકોએ દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંક આપી વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક  શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ ભાગ  લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.જેમાં પ્રથમ ક્રમે વિભાગ-૧ માં નાલંદા વિદ્યાલય, વિભાગ-૨ માં નવયુગ વિદ્યાલય, વિભાગ-૩ માં લજાઈ કન્યા તા. શાળા, વિભાગ-૪ માં શ્રી સજનપર પ્રા. શાળા અને વિભાગ-૫ માં એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલ છે. તમામ શાળાઓને સી.આર.સી કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ સાણજાએ અભિનંદન પાઠવેલ છે તેમજ તમામ શાળાના માર્ગદર્શક શિક્ષકો, નિર્ણાયકો તેમજ લજાઈ કન્યા તા. શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયાનો આભાર પ્રગટ કરેલ છે.




Latest News