મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં અધિકારી-કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે કેદીઓની ધરપકડ


SHARE









મોરબીની જેલમાં અધિકારી-કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે કેદીઓની ધરપકડ

મોરબીની સબ જેલ ખાતે જેલમાં બંધ એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને અન્ય એક કેદીએ ચેકિંગની કામ કરી કરતા અધિકારી અને કર્મચારીને અપશબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું તેમજ ફરજમાં રૂકાવટ કરી હતી જેથી મોરબીની સબ જેલમાં બંધ બે કેદીઓની સામે મોરબી સબ જેલના જેલ સહાયકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યની જુદી જુદી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે મોબાઇલ, ગુટખા, પાન મસાલા વિગેરે મળી છે આવી જ રીતે મોરબીની સબજેલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ત્યાં રહેલ કેદી જયરાજસિંહ વિજયસિંહ જાડેજામાં ગુપ્ત ભાગ પાસેથી સેમસંગ કંપનીનો સ્કાય બ્લૂ કલરનો એક મોબાઇલ મળી આવ્યો હતો તેમજ કેદી સૂર્યદિપસિંહ રણજીતસિંહ જાડેજાએ ઉસકેરાઈ જઈને અસભ્ય ભાષામાં શબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું અને ફરજમાં રૂકાવટ કરી હતી જેથી જેલ સહાયક ભરતભાઈ અમુભાઈ ખાંભરાએ બંને કેદીઓની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૫૦૪, ૧૮૬, ૧૮૮, ૧૧૪ અને પિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ કે.એચ. ભોચિયાએ આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (૨૫) અને સૂર્યદિપસિંહ રણજીતસિંહ જાડેજા (૨૩) રહે. બંને હાલ મોરબી સબ જેલ વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં રહેતો હેમંત બાબુભાઈ પરમાર નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબીના મકનસર અને રફાળેશ્વર વચ્ચે નવી બનતી આરટીઓ કચેરી પાસેથી વાહનમાં જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ બેઠકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના શારદાનગર ગામે રહેતા મીતાબેન શાંતિલાલ કંઝારીયા નામની ૪૨ વર્ષની મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગોરખીજડિયા પાસે વાડી વિસ્તારમાં બાઈક સાથે કોઈ જનાવર અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થતા મીતાબેન કંઝારીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.



Latest News