વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

તને હવા ચડી ગઇ છે..કહીને મોરબીમાં યુવાન સહિત ત્રણને માર મારનાર બે મહિલા સહિતા ત્રણ આરોપીની ધરપકડ


SHARE









તને હવા ચડી ગઇ છે..કહીને મોરબીમાં યુવાન સહિત ત્રણને માર મારનાર બે મહિલા સહિતા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહીને બે મહિલા સહિત ચાર લોકોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાન અને અન્ય બે વ્યક્તિ આમ કુલ ત્રણ ઇજાગ્રસ્તોને સારવારમાં લઇને આવેલ હતા અને બે મહિલા સહિત ચાર લોકોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા ઋષિભાઈ દિનેશભાઈ ચાવડા (૨૪) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઇ ચાવડા, મનિષાબેન હનાભાઈ ચાવડા અને કુસુમબેન હનાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ઇન્દિરાનગર વિસ્તારમાં અબ્બાસભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને તેને મનસુખભાઈ હનાભાઈ ચાવડાએ ગાળો આપી હતી અને ડાબા હાથના ખભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી. ત્યારબાદ તેની સાથે ઉભેલા બે વ્યક્તિઓ તેને છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિઓ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઈ ચાવડા, મનીષાબેન અને કુસુમબેને ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લાવ્યા હતા અને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પહેલા પોલીસે મનસુખભાઈ હનાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે રમેશ ઉર્ફે હકા હનાભાઇ ચાવડા (૩૩), મનિષાબેન હનાભાઈ ચાવડા (૨૭) અને કુસુમબેન હનાભાઈ ચાવડા (૨૮) રહે. ઇન્દિરાનગર વાળાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગરે ધરપકડ કરેલ છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના સજજનપર (ઘુનડા) ગામે રજનીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની પૂજાબેન રતુભાઈ પચૈયા નામની ૧૯ વર્ષની પરણીતા કે જેનો લગ્નગાળો માત્ર ૨૦ દિવસનો છે તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ ચલાવી બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી



Latest News