મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

દંપતિ ખંડિત: ટંકારાના ધ્રુવનગર પાસે અકસ્માત બાદ રસ્તા ઉપર પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતાં મોત


SHARE









દંપતિ ખંડિત: ટંકારાના ધ્રુવનગર પાસે અકસ્માત બાદ રસ્તા ઉપર પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતાં મોત

ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી જેથી બાઈકમાંથી મહિલા નીચે પડી ગયેલ હતી અને તે સમયે પાછળ આવી રહેલ ટ્રક તેના ઉપર ફરી વાળ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નીપજયું હતુ અને દંપતી ખંડિત થયું હતું અને મહિલાના પતિને પણ ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને આં બનાવ સંદર્ભે હાલમાં ટંકારા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયા (૩૮) અને તેના પત્ની નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા (૩૬) બાઈક ઉપર મોરબીથી રાજકોટ જય રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે જીવામામાના મંદિર પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બાઈકમાંથી મહિલા નીચે પડી ગઈ હતી અને તેના ઉપર બીજા ટ્રકનું ટાયર ફરી વળતા નીતાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ચંદ્રકાંતભાઈને ઈજા થયેલ હતી જેથી કરીને તેને પણ સારવારમાં ખસેડાયા હતા અને મહિલાના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે જવામાં આવી હતી અને હાલમાં પોલીસે અકસ્માતના આં બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે 




Latest News