મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે

મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ હાઈસ્કૂલ શ્રી હરિ નકલંક વિદ્યાલયના વાર્ષ 2006ની બેચની એસએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ હાઇસ્કુલના દરેક પુર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:. પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અનેક દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન કૃષ્ણ, ગુરુ દ્રોણ અને તેના શિષ્ય અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાંથી પ્રેરણા લઇને મોરબીની બગથળા હાઈસ્કૂલના વર્ષ 2006 ના એસએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તા 18/12 ને રવિવારે બપોરે ચાર કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ઉમેશભાઈ ઠોરીયા અને કાનજીભાઈ સારદીયા સહિતના જહમત ઉઠાવી રહ્યા છે




Latest News