મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે બાથરૂમમાં પડી જવાથી આધેડનું મોત નિપજ્યું: માલણીયાદ ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE









મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી તો માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા દિલીપસિંહ સજુભા ઝાલા (ઉંમર વર્ષ 52) પોતાના ઘરે હતા ત્યારે પોતાના બાથરૂમની અંદર પડી જવાના કારણે તેઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળેલ઼ જ મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પરિણીતાનો આપઘાત

હળવદ તાલુકાના માલણીયાદ ગામે જયપાલસિંહ સુરુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીતભાઈ ગરાસીયાના પત્ની અસ્મિતાબેન (ઉંમર વર્ષ 25)એ ગત તારીખ 30/11 ના સવારના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પ્રાથમિક સારવાર વઢવાણમાં આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે તેઓને વધુ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અસ્મિતાબેન નું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની પંચમહાલ જીલ્લાના રહેવાસી ગોવિંદભાઇ ગલીભાઇ મુનિયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News