મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું


SHARE









મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું

મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે છે, લોકો શાળાઓ માટે જરૂરી વસ્તુઓ જેવી જે કમ્પ્યુટર, એલ.ઈ.ડી. પંખા,બાળકો માટે સ્ટેશનરી કીટ વગેરે કંઈકને કંઈક દાન અર્પણ કરતા હોય છે ત્યારે શિવાનંદ આશ્રમ પ્રેરિત મોરબીમાં દિવ્ય જીવન સંઘ ચાલે છે,આ દિવ્ય જીવન સંઘ દ્વારા લોકો આરોગ્યપ્રદ જીવન જીવે,નાની મોટી તકલીફોના આયુર્વેદિક ઉપચારો કરીને સાજા થાય, આ આયુર્વેદિક દ્રવ્યો દરેકના રસોડામાંથી જ મળી રહે છે એનો ઉપયોગ કેવી રીતે કરવી એની સરળ સમજૂતી આપેલ છે જેમ કે માથાના દુખાવાના ઉપાયો,માથાના  વાળની માવજત,અનિંદ્રા-ઉંઘ સારી આવે તેના ઉપાયો,નશો ઉતારવાના ઉપાયો,આંખની માવજત,શ્વસનતંત્ર માવજત, પાચનતંત્ર માવજત સારવાર, હૃદયની માવજત, પ્રજનનતંત્ર માવજત,બાળકની માવજત સ્ત્રીઓના દર્દો ઉપાય અને સારવાર, ચામડીની  માવજત સાંધાનસ દુખાવા,વગેરે ૨૫૦ જેટલા રોગોના ઉપચારો માટેનું પુસ્તક તંદુરસ્તી તમારા હાથમાં ૬૦૦ પુસ્તકો મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાઓ અને તમામ સીઆરસી અને બીઆરસીમાં તમામ કો.ઓર્ડીનેટર મારફત અર્પણ કરેલ છે એ બદલ શિક્ષક પરિવાર વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તકના સંકલન કર્તા ડો.રજનીભાઈ ખીમજીભાઈ કાલરીયા દિવ્યજીવન સંઘ-મોરબી શિવાનંદ આશ્રમ-ઋષિકેશનો આભાર પ્રકટ કરેલ છે




Latest News