મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા


SHARE









મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા

મોરબીમાં અવાર નવાર મારામારી અને દારૂના ગુનામાં પકડાતાં શખ્સો સામે હદપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે હાલમાં ચારેય આરોપીઓને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજીક તત્વોઓને ડામવા માટે પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અવાર નવાર મારામારી, દેશીદારૂના ગુના પકડાયેલ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા અને જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા રહે. બધા જ કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમા, મોરબી વાળાની હદપારીની દરખાસ્ત પ્રાંત અધિકારી સમક્ષ મોકલાવવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને ચારેય આરોપીને છ મહિના માટે મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાથી હદપાર કરેલ છે

આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં છેલ્લા ૬ વર્ષથી આરોપી નાસતા ફરતા હતો તે આરોપી મોરબી તાલુકાનાં હરિપર ગામ પાસે આવેલ કારખાનામાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે આરોપી રવિ કૈલાશ ઉર્ફે ગુડું નાગર જાતે નટ (૨૫) રહે. તુલસી અડ્ડા, યુપી વાળાની હરિપર ગામ પાસે આવેલ આઇકોલેક્સ કારખાનામાંથી ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

આરોપીની ધરપકડ

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત મળેલ હતી તેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યા કેસના ગુનામાં પાકા કામના આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ (૫૦) રહે. સુસવાવ તાલુકો હળવદ વાળોએ  તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા મેળવી હતી અને તે પરત આવેલ ન હતો જેથી કરીને ફરાર થઇ ગયેલ કેદીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સુસવાવ ગામેથી તેને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.




Latest News