મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે હાઇસ્કૂલમાં વ્યસન મુક્તિ નિબંધ સ્પર્ધા યોજાઈ


SHARE





માળીયા (મી)ના સરવડ ગામે હાઇસ્કૂલમાં વ્યસન મુક્તિ નિબંધ સ્પર્ધા યોજાઈ

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સયુંકત ઉપક્રમે વ્યસન મુક્તિ અને જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને  સન્માનીત કરવામાં આવ્યા હતા અને તેને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ તકે તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના ટી.એચ.વી રમાબેન, પ્રા.આ.કેન્દ્ર સરવડનાં હેલ્થ સુપરવાઈઝર દિનેશ ગોગરા, કૈલાશબેન, સરવડનાં એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ. ડબલ્યુ તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અગ્રાવત સાહેબ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News