વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે

 છેલ્લા છ વર્ષથી ૨૫ ડિસેમ્બરને મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે આગામી ૨૫ મી તારીખે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે આ વખતે શાળા દ્વારા સાતમો તુલસી દિવસ ઉજવાશે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ કાર્યક્રમને શાળા દ્વારા દરવર્ષે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરી હતી. તેવી જ રીતે આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ) ના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં અને સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી આ ઉજવણી કરવામાં આવશે અને ત્યારે તુલસીના રોપા અને માંજરનું વિતરણ, તુલસી પૂજન, તુલસીનું મહત્વ દર્શાવતી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ કરવામાં આવશે આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા ૨૪ ના રોજ તુલસી પર્વ -૧ (નર્સરીથી ધો.૫) અને તા. ૨૫ ના રોજ તુલસી પર્વ -૨ (ધો. ૬ થી ૧૨) એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે




Latest News