મોરબીના જેતપર રોડે કારખાનામાં મજૂરની ઓરડીમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીના જેતપર રોડે કારખાનામાં મજૂરની ઓરડીમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપીની ધરપકડ
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં મજૂરની ઓરડીમાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી રહી હતી જેથી કરીને તેની ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ છે દરમ્યાન બે ચોરાઉ મોબાઈલ ફોન સાથે મોરબી તાલુકો પોલીસ ટીમ દ્વારા એક શખ્સને પાવડિયારી પાસેથી ઝડપી લેવામાં આવેલ છે અને હાલમાં પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ લેવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે પાવળીયારી કેનાલ નજીક આવેલ લિજાજ સીરામીક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સત્યનારાયણ કુમેરસિંહ ગોપની જાતે કોરકૂ (૨૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુગ્રીવ ગોકુળભાઈ ચમાર (૨૦) રહે. સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કારખાનાની ઓરડી મૂળ મધ્યપ્રદેશ વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે લીજાજ સીરામીક કારખાનાની મજૂરની ઓરડીમાં તે રહે છે ત્યાંથી તેનો ઓપો કંપનીનો ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરવામાં આવ્યો હતો તેવી જ રીતે અન્ય એક વ્યક્તિનો ઓપો કંપનીનો ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ચોરી કરવામાં આવ્યો હતો આમ કુલ મળીને બે મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી થઈ હોવાની સત્યનારાયણએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબીની પાવરીયાળી ચોકડી પાસે માર્કેટ પાસે હતી ત્યારે ત્યાંથી શંકાસ્પદા હાલતમાં નીકળેલા સુગ્રીવકુમાર ચમારને રોકીને ચેક કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલા બંને ચોરાવ મોબાઈલ ફોન મળી આવ્યા હોય પોલીસે મોબાઈલ ફોન સાથે તેની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ લેવા માટે હાલમાં પોલીસ શરૂ કરી છે
જુગાર
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દરગાહના ઓટલે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવતા દોસમહમદ જુમાભાઈ જામ જાતે મિયાણા (ઉંમર ૬૦) રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૫૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેની પાસેથી જાવેદભાઈ નેકમહમદભાઈ ભટ્ટી રહે. જોન્સનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશીદારૂ
હળવદ તાલુકાના અજીતગઢ ગામે કાદવારી નદીના કાંઠે ઓધાભાઈ માનસિંગભાઈ પાટડીયાની વાડીની બાજુમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ત્રણસો લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આ મુદ્દામાલ રવજીભાઈ માનસિંગભાઈ પાટડીયા જાતે કોળી રહે. અજીતગઢ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે