મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામે એક જ શેરીમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબીના ઊંચી માંડલ ગામે એક જ શેરીમાંથી બે બાઈકની ચોરી

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામે એક જ શેરીમાંથી બે બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામે પરમાર શેરીમાં રહેતા અને મંડપ સર્વિસનું કામકાજ કરતા અજુભ માવુંભા પરમાર જાતે રાજપૂત (ઉંમર ૪૪) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૬૬૨૧ જેની કિંમત ૩૫૦૦૦ તેમજ ટપુભા માવુભા પરમારએ તેનું બાઈક નંબર જીજે ૩ ડીએલ ૩૦૫૫ જેની કિંમત ૮૦૦૦ પાર્ક કરીને મૂક્યુ હતું જે બંને બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને ૪૩૦૦૦ રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં અજુભા પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ કદારિયા ગામના બ્રાહ્મણી નદીના પુલ ઉપર ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૫૨૬૨ ના ચાલકે કોઈપણ પ્રકારની આડશ રાખ્યા વગર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર પોતાનું વાહન ઉભું રાખ્યું હતું ત્યારે પાછળથી આવી રહેલ જુના ધનાળા ગામે રહેતા વિપુલભાઈ અમરશીભાઈ રાઠોડનું બાઈક નં જીજે ૩ એએસ ૪૪૫૮ ની પાછળના ભાગમાં તે અથડાયું હતું જેથી કરીને વિપુલભાઈને માથા, મોઢા, જમણા હાથ અને પગે ઈજા થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી હાલમાં વિપુલભાઈ રાઠોડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News