મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત


SHARE









મોરબીના ઘુંટુ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનના ચાલકે બાઈક સવાર આધેડને હડફેટ લેતા ઘાયલ આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ ખસેડવામાં આવતા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટું ગામે રહેતા ભગવાનજીભાઈ ભવાનભાઈ સધરાકીયા જાતે પટેલ નામના ૭૦ વર્ષના આધેડ તેમનું બાઈક લઈને મોરબી હળવદ રોડ ઉપર આવેલ રામકો વિલેજની પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા ભગવાનજીભાઈ સધરાકીયાનું મોત નીપજ્યું હતું અને તેઓના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યું હતું ત્યાંથી બનાવની જાણ થતા હાલમાં મોરબી તાલુકા પીએસઆઇ બી.એમ. બગડા દ્વારા નોંધ કરીને બનાવની આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત સર્જીને ભાગી ગયેલા વાહન ચાલકને પકડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે આવેલ સોનેક્ષ સિરામીકની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મધ્યપ્રદેશના ખેડવાના રહેવાસી ભોલાભાઈ મેહરૂભાઈ મસાણી નામના ૨૮ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો હાલમાં બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જીગ્નેશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે ટ્રકમાંથી કાર્ટૂન ખાલી કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીમાં તેને ઈજા પહોંચી હતી.જ્યારે મોરબીના રંગપર ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સાગર મોતીભાઈ નૈયા (૩૦) અને પૂજાબેન સાગરભાઇ નૈયા (૨૮) ને ઇજાઓ પહોંચતા તે બંનેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અમૃત તેજાભાઈ મકવાણા નામના ૪૦ વર્ષના યુવાનને ગામના સ્મશાન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં હોસ્પિટલના બીછાનેથી ઇજા પામેલ યુવાનના પિતાએ જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો નોનવેજ લેવા માટે ગામના સ્મશાન તરફ ગયો હતો ત્યારે ત્યાં દારૂ વેચતા ઈસમો દ્વારા તેને માર મારી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે નોંધ કરીવે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે




Latest News