રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ


SHARE









મોરબીમાં કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ

મોરબી મુકામે ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ રવાપર ગામે સરસ્વતી પાર્ટી પ્લોટમાં મોરબીમાં રહેતા સમસ્ત કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં ૫૦૦ થી વધારે મોરબીમાં રહેતા કાલરીયા પરિવાર મળીને ૧૭૦૦ થી ૨૦૦૦ જેટલા લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં પરિવારના અગ્રણીઓ તેમજ સંતો મહંતો કબીર આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શિવરામદાસ સાહેબજી તથા નકલંકધામ બગથળાના મહંત દામજી ભગતે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી.કાર્યક્રમની અંદર પરિવારના જ બે અગ્રણી જીએએસ ઓફિસ બ્રિજેશ અતુલ કાલરીયા તેમજ યાગ્નિક અમૃતલાલ કલરીયાએ ઉપસ્થિત રહી પરિવારના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં પરિવારના બાળકો સ્ત્રીઓ તેમજ સર્વેએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રદર્શન પણ જોઇ હતી અને વિવિધ ગામના લોકોએ સ્વયં સેવા પૂરી પાડીને કાર્યક્રમની ખુબ સુંદર રીતે પાર પાડ્યો હતો.કાર્યક્રમમાં લોકજાગૃતિ લાવવા માટે મા-બાપને ભૂલશો નહીં, સ્ત્રી જાગૃતિ, વ્યસન મુક્તિ, બાળ ઉછેર વગેરે જેવા જાગૃતિના કાર્યક્રમો અને સંદેશાઓ વહેતા મૂકવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવા માટે સમસ્ત કાલરીયા પરિવારોના આગેવાનો, સ્વયંસેવકો તેમજ પરિવારના સભ્યોએ સંપૂર્ણ યોગદાન અને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.




Latest News