વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

નવો ધડાકો: મોરબી પાલિકાના પ્રમુખને છાવરવા માટે સસ્પેન્ડેડ ચીફ ઓફિસરે કેમ પ્રદેશિક કચેરીમાં ન કર્યો રિપોર્ટ ?


SHARE











નવો ધડાકો: મોરબી પાલિકાના પ્રમુખને છાવરવા માટે સસ્પેન્ડેડ ચીફ ઓફિસરે કેમ પ્રદેશિક કચેરીમાં ન કર્યો રિપોર્ટ ?

મોરબીનમાં ઝુલતો પુલ તૂટી પાડવાના બનાવ પછી પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની એક પછી એક બેદરકારી સામે આવી રહી છે તો પણ કેમ ઉચ્ચ કક્ષાએથી કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે પાલિકા અધિનિયમ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોની સુખકરીના કામને વેગ આપવા માટે દર ત્રણ મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, મોરબી પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ પાલિકામાં છેલ્લા નવ માહિનામાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવૈ નથી અને પદાધિકારીએ બેઠક બોલાવી ન હોવા છતાં પણ પાલિકાના સસ્પેન્ડેડ ચીફ ઓફિસર દ્વારા તેની વિરૂદ્ધમાં પ્રદેશિક કચેરીમાં કેમ કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો નથી તેવી ચોકાવનારી માહિતી સામે આવી રહી છે

ઝૂલતો પુલ તૂટવાની ઘટનાથી લઈને આજ સુધીમાં પાલિકાની બેદરકારીની વણઝાર કહી શકાય તેટલા ચોકાવનારા ખુલાસા થયેલ છે તેવામાં વધુ એક ચોકાવનાર માહિતી સામે હાલમાં સામે આવી રહી છે જેમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવેલા મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની ઉડીને આંખે વળગે તેવી બેદરકારી સામે આવી રહી છે ત્યારે તેની સામે આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું છે હાલમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાઇકોર્ટમાં હાલમાં ઝૂલતા પુલની ઘટના મુદે સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે અને તેમાં પક્ષકાર તરીકે જોડાવા માટે પાલિકાના ૪૯ સભ્યો દ્વારા અરજી કરી હતી જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધેલ છે અને આ મુદે ઓરેવા કંપનીને પક્ષકાર તરીકે જોડીને જયસુખભાઇ પટેલને નોટિસ આપવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી પાલિકા સુપરસીડ ન થાય તેના માટેના પ્રયાસો પાલિકાના ૪૯ સભ્યો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા અને આ મુદે પાલિકાના સભ્યો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યને સાથે રાખીને  મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકાના સભ્યોને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે જેથી કરીને આ પાલિકા સુપરસીડ કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે વધુમાં પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દર ત્રણ મહિને પાલિકામાં જનરલ બોર્ડની બેઠક બોલાવવાની હોય છે જો કે, મોરબી પાલિકામાં છેલ્લે માર્ચ માહિનામાં બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી ત્યાર બાદ છેલ્લા નવ માહિનામાં એક પણ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી નથી તેમાં  છતાં પણ જે તે સમયના અધિકારી દ્વારા પદાધિકારીને છાવરવામાં આવ્યા હોવાની ચોકાવનારી માહિતી સામે આવી રહી છે

મોરબીની ઓરેવા કંપનીને ઝુલતો પુલ આપવા માટે જે કરાર કરવામાં આવ્યો હતો તેને પાલિકાના જનરલ બોર્ડમાં લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું હતું તેમાં જે તે સમયે પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના તેમજ ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ કોઈ જનરલ બોર્ડની બેઠક પુલ તૂટ્યો ત્યાં સુધી બોલાવવામાં આવી જ નથી જેમાં પદાધિકારીએ જેટલા બેદરકાર છે તેનથી વધારે અધિકારી બેદરકાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં ઉચ્ચ અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકામાં નિયમ મુજબ ત્રણ મહિને જો પાલિકાના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં ન આવી હોય તો પાલિકાના ચીફ ઓફિસરે પ્રમુખનું ધ્યાન દોરીને તેના વિરૂદ્ધમાં પ્રદેશિક કચેરીમાં રિપોર્ટ કરવાનો હોય છે પરતું આવુ મોરબી પાલિકામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું નથી  

અત્રે ઉલેખનીય છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટના પછી જે રીતે પાલિકામાં ચાલતા લોલમલોલ વહીવટની એક પછી એક ચોકાવનારી માહિતીઓ સામે આવી રહી છે તે જોતાં પાલિકાના અધિનિયમ મુજબ દર ત્રણ મહિને લોકોની સુખકરીના કામેને વેગ આપવા માટે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક ન બોલાવવામાં આવી તો પણ મૌન રહ્યા તેના માટે સસ્પેન્ડેડ ચીફ ઓફિસર સામે ઉચ્ચ કક્ષાએથી વધુ આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે અને હાલમાં મોરબી પાલિકાના ચાર્જ મોરબીના અધિક કલેક્ટરને આપવામાં આવ્યો છે ત્યારે છેલ્લા નવ મહિનાથી એટ્લે કે માર્ચ મહિના બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવ્યા બાદ એક પણ જનરલ બોર્ડની બેઠક પાલિકામાં બોલાવવામાં આવી નથી તો તે પાલિકાના પ્રમુખ વિરૂદ્ધ પ્રદેશિક કચેરીમાં કોઈ રિપોર્ટ કરશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News